હવે સ્પેસની ધાર પર ચમકતા સ્ટાર્સની કંપનીમાં ડિનર લો

14 May, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૬માં સ્થાપવામાં આવેલું ઝેફલ્ટો સ્પેસમાં ભોજન કરવાનો એક્સ્પીરિયન્સ લેવાની તક પૂરી પાડી રહી છે

સ્પેસ ટૂરિઝમ

છેલ્લા કેટલાક સમયથી સ્પેસ ટૂરિઝમ સેક્ટરનો ખૂબ ગ્રોથ થયો છે. હવે તમે આવતા વર્ષે ‘સ્પેસની ધાર’ પર ભોજન માણી શકો છે. જ્યાં વ્યુ અને ફૂડ સ્ટનિંગ રહેશે. ફ્રેન્ચ સ્ટાર્ટઅપ ઝેફલ્ટો આવા સપનાને સાકાર કરવા જઈ રહી છે.

૨૦૧૬માં સ્થાપવામાં આવેલું ઝેફલ્ટો સ્પેસમાં ભોજન કરવાનો એક્સ્પીરિયન્સ લેવાની તક પૂરી પાડી રહી છે.

આ કંપની અત્યારે પ્રેશરાઇઝ્ડ કૅપ્સ્યુલમાં આગામી ટ્રિપ્સ માટે ‘પ્રી-રિઝર્વેશન ટિકિટ’ વેચી રહી છે. આ કૅપ્સ્યુલ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે અટેચ છે.

કૅપ્સ્યુલની અંદર વ્યક્તિ આકાશમાં ૨૫ કિલોમીટરની ઊંચાઈએ પહોંચશે, જેનાથી આ કૅપ્સ્યુલમાં ગેસ્ટ્સને લક્ઝરીની હાઇટે જમતી વખતે ચમકતા તારાને સારી રીતે ઑબ્ઝર્વ કરવાની તક મળશે. ૨૦૨૪ના અંતથી ૨૦૨૫ના મધ્ય સુધીની ફ્લાઇટ્સની સીટ્સ પહેલાં જ બુક થઈ ગઈ છે. વ્યક્તિદીઠ પ્રી-રિઝર્વેશન ટિકિટનો ચાર્જ ૧૦,૦૦૦ યુરો (લગભગ ૮.૯૯ લાખ રૂપિયા) છે.

offbeat news international news