દીપિંદર કી દુલ્હનિયા: ૪૧ વર્ષની ઉંમરે ફરી ઘોડીએ ચડ્યા ઝૉમેટોના સીઈઓ

22 March, 2024 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝૉમેટોના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે (Zomato CEO Deepinder Goyal) તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા છે

તસવીર: મિડ-ડે

ઑનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝૉમેટોના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપિંદર ગોયલે (Zomato CEO Deepinder Goyal) તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે તેણે મેક્સિકન મોડલ સાથે લગ્ન કર્યાં છે અને હાલમાં જ તે હનીમૂન પરથી પરત ફર્યો છે.

ગ્રેસિયા મુનોઝ સાથે લગ્ન કર્યા

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, દીપિંદર ગોયલે (Zomato CEO Deepinder Goyal) મેક્સિકન મોડલ ગ્રેસિયા મુનોઝ સાથે લગ્ન કર્યાં છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ગોયલ અને મુનોઝ ફેબ્રુઆરી મહિનામાં જ હનીમૂન મનાવીને પરત ફર્યાં છે. ગોયલના આ બીજા લગ્ન હોવાનું કહેવાય છે. તેમના પ્રથમ લગ્ન IIT-દિલ્હીમાં તેમના ક્લાસમેટ કંચન જોશી સાથે થયાં હતાં.

કોણ છે ગ્રેસિયા મુનોઝ?

ગ્રેસિયા મુનોઝ (Grecia Munoz) મેક્સિકોમાં જન્મેલી મોડલ છે. તે એક ટેલિવિઝન હોસ્ટ પણ છે. તેણી વર્ષ 2022માં અમેરિકામાં મેટ્રોપોલિટન ફેશન વીકની વિજેતા રહી છે. તે હાલમાં ભારતમાં છે, જેની માહિતી તેણે ઈન્સ્ટાગ્રામ પર આપી છે. જાન્યુઆરી મહિનામાં પણ તેણે ભારતની ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં દિલ્હીના પ્રખ્યાત પર્યટન સ્થળોની તસવીરો સામેલ છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના બાયોમાં જણાવ્યું છે કે તે હાલમાં ભારતમાં તેના ઘરે છે.

અગ્રણી યુવા સાહસિકોમાં ગણના

દીપિંદર ગોયલે (Zomato CEO Deepinder Goyal) 41 વર્ષના છે અને નવી પેઢીના અગ્રણી ભારતીય સાહસિકોમાં તેમની ગણના થાય છે. તેણે વર્ષ 2008માં ઝૉમેટોની શરૂઆત કરી હતી. તે પહેલા ગોયલ બેઈન ઍન્ડ કંપનીમાં કામ કરતા હતા. ઝૉમેટો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે. બજારના હિસાબે હાલમાં કંપનીની કિંમત 1.5 લાખ કરોડ રૂપિયા છે. આ રીતે ઝૉમેટોની ગણતરી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં થાય છે.

બ્લિન્કિટ શરૂ કરવાનો શ્રેય

હાલમાં જ ઝૉમેટો પણ વિવાદોમાં ફસાયેલ છે. વાસ્તવમાં, કંપનીએ શાકાહારી લોકો માટે સમર્પિત શુદ્ધ વેજ ડિલિવરી સેવા શરૂ કરવાની માહિતી આપી હતી. કંપનીના આ પગલાથી ઈન્ટરનેટ પર શાકાહાર વિરુદ્ધ માંસાહારની નવી ચર્ચા શરૂ થઈ હતી. ઝૉમેટો ઉપરાંત ગોયલે ક્વિક કૉમર્સ કંપની બ્લંકિટ પણ શરૂ કરી છે.

ઝોમૅટોએ ડ્રેસ-કોડ ચેન્જ પાછો ખેંચી લીધો

ફૂડ-ડિલિવરી કરતી ઝોમૅટોએ શાકાહારી ભોજન ઑર્ડર કરનારા ગ્રાહકો માટે ગ્રીન રંગના ડ્રેસ- કોડ સાથેની પ્યૉર વેજ ફ્લીટ શરૂ કરવાની જાહેરાત કરી હતી, પણ આ જાહેરાતના ૨૪ કલાકમાં જ સોશ્યલ મીડિયા પર એની જોરદાર ટીકા થતાં કંપનીએ ડ્રેસ-કોડ બદલવાનો આઇડિયા પડતો મૂકી દીધો છે. એમ છતાં તેઓ શાકાહારી ફૂડ ડિલિવર કરનારા રાઇડરોને અલગ રાખવાની યોજના ચાલુ રાખવાની છે. માત્ર ઑનગ્રાઉન્ડ ડ્રેસ-કોડ દ્વારા આવો ભેદ રાખવામાં નહીં આવે.

zomato new delhi india national news news