ઝોમાટોના CEO પોતે ફૂડની ડિલિવરી કરવા નીકળ્યા, ખબર પડી કે મૉલમાં લિફ્ટ વાપરવાની મનાઈ છે

08 October, 2024 01:18 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

દીપિન્દર ગોયલ ગુરુગ્રામના ઍમ્બિયન્સ મૉલમાં હલ્દીરામનો ઑર્ડર લેવા પહોંચ્યા હતા. ત્યાં સિક્યૉરિટી ગાર્ડે તેમને મેઇન ગેટને બદલે બીજા પ્રવેશદ્વારમાંથી જવા કહ્યું. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે લિફ્ટથી નહીં પણ સીડીથી ત્રીજા માળે જવાનું હતું.

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઑનલાઇન ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ ઝોમાટોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) દીપિન્દર ગોયલ પત્ની ગ્રેસિયા મુનોઝ સાથે પોતે ફૂડ-ડિલિવરી કરવા નીકળ્યા હતા. ફૂડ ડિલિવર કરવાનો અનુભવ તેમણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો. તેમની સાથે-સાથે મૉલમાં ડિલિવરી-બૉય સાથે કેવું વર્તન થાય છે એનો અનુભવ પણ તેમણે કહ્યો છે. દીપિન્દર ગોયલ ગુરુગ્રામના ઍમ્બિયન્સ મૉલમાં હલ્દીરામનો ઑર્ડર લેવા પહોંચ્યા હતા. ત્યાં સિક્યૉરિટી ગાર્ડે તેમને મેઇન ગેટને બદલે બીજા પ્રવેશદ્વારમાંથી જવા કહ્યું. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે લિફ્ટથી નહીં પણ સીડીથી ત્રીજા માળે જવાનું હતું. સીડી ચડીને ત્રીજા માળે પહોંચ્યા ત્યારે ત્યાં ઝોમાટોના જ કેટલાક ડિલિવરી-બૉય બેઠા હતા. તેમની પાસેથી જાણવા મળ્યું કે ડિલિવરી-બૉયને મૉલમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે અને ઑર્ડર ન મળે ત્યાં સુધી સીડી પર જ રાહ જોઈને બેસવાનું હોય છે. દીપિન્દર ગોયલે ઇન્સ્ટાગ્રામ પર આ માટે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે મૉલે ડિલિવરી-પાર્ટનર પ્રત્યે થોડું માનવીય વર્તન કરવાની જરૂર છે.

zomato social media social networking site life masala national news gurugram new delhi