31 July, 2019 03:32 PM IST |
ઓનલાઈન ફૂડ સર્વિસ વેબસાઈટ ઝોમેટો સાથે ફરી એકવાર ધર્મ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે ઝોમેટોના ડિલવરી બોય પાસેથી તેનો ઓર્ડર ન લીધો કારણ કે તે મુસ્લિમ હતો. જો કે ઝોમેટો તરફથી આ વ્યક્તિને જોરદાર જવાબમાં આપવામાં આવ્યો છે. ઝોમેટો તરફથી સૌથી પહેલો જવાબ તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આપવામાં આવ્યો ત્યારબાદ કંપનીના ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે પણ આપ્યો. ઝોમેટોએ જવાબ આપતા લખ્યું હતું કે, જમવામાં કોઈનો ધર્મ નથી હોતો, ભોજન એક ધર્મ છે.
ઝોમેટાના ફાઉન્ડર દિપેન્દ્ર ગોયલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ભારતના વિચારો અને અમારા ગ્રાહક-પાર્ટનરોની વિવિધતા પર અમે ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના કારણે અમને બિઝનેસમાં નુકસાન થશે તો આ માટે અમન દુ:ખ થશે નહી. ઝોમેટો અને તેના ફાઉન્ડર તરફથી આ વ્યક્તિને આ મામલે જવાબ આપવામાં આવ્યો હતો. ઝોમેટોના જવાબને સોશિયલ મીડિયા પર વખાણવામાં આવી રહ્યાં છે. આ સાથે જ પંડિત અમિત શુક્લ કે જેમણે આ મામલે સવાલ ઉઠાવ્યો હતો તેના વિશે ટ્વીટ કરીને ધર્મમાં ભેદભાવ રાખવા માટે ખરી-ખોટી સંભળાવી હતી.
મંગળવારે અમિત શુક્લએ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતની માહિતી આપતા ટ્વીટ કર્યું હતું. અમિતે લખ્યું હતું કે, હમણા મે ઝોમેટો પર એક ઓર્ડર કેન્સલ કર્યો કારણ કે આ ઓર્ડર નોન હિન્દુ ડિલવરીબોય દ્વારા આપવામાં આવ્યો હતો. અમિત શુક્લની તરફથી કેટલાક સ્ક્રિનશૉટ ટ્વિટર પર જાહેર કર્યા હતા અને આ મામલો ઉઠાવ્યો હતો. અમિત શુક્લના પોસ્ટ કર્યા પછી તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.