હવે મોબાઇલ કે લૅન્ડલાઇન નંબર માટે પૈસા ચૂકવવા પડે એવું બની શકે છે

14 June, 2024 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રેગ્યુલેટરી બૉડીના અંદાજ મુજબ ભારતમાં ૭ અબજ મોબાઇલ-કનેક્શન થાય ત્યાં સુધીની ક્ષમતા છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

ધ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ તાજેતરમાં સતત વધી રહેલી નવા નંબરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાંક રેકમેન્ડેશન બહાર પાડ્યાં છે. TRAIના કહેવા મુજબ પહેલો ડિજિટ ૯ હોવાથી ટોટલ ક્ષમતા ૧૦ અબજ નંબરોની છે. આજની સિસ્ટમ જોતાં એમાં સતત ઘણો વધારો થઈ રહ્યો છે. રેગ્યુલેટરી બૉડીના અંદાજ મુજબ ભારતમાં ૭ અબજ મોબાઇલ-કનેક્શન થાય ત્યાં સુધીની ક્ષમતા છે. વધુ નંબરો અલૉટ કરી શકાય એ માટે મોબાઇલ-નંબરમાં એક ડિજિટ વધારવાની રજૂઆત કરી છે. સતત નવા નંબરોની ડિમાન્ડ વધી રહી છે ત્યારે 
આ બદલાવ કરવાથી ભવિષ્યમાં મોબાઇલ-કનેક્શનમાં રૅપિડ ગ્રોથ થઈ શકશે. 

કેટલાક મોબાઇલ-ઑપરેટરો વધુ નંબરો હોલ્ડ કરી રાખે છે અને એનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે એ માટે TRAIએ કહ્યું છે કે મોબાઇલ-નંબર પણ એક રિસોર્સ છે જે અગણિત માત્રામાં અવેલેબલ નથી. આ પબ્લિક રિસૉર્સની વૅલ્યુ થાય એ માટે નંબરો હોલ્ડ કરવા માટે મોબાઇલ-ઑપરેટરો પાસેથી ચાર્જ વસૂલવાનું વિચારી રહી છે. આવા સંજોગોમાં આ ચાર્જનો ભાર ગ્રાહકો પર આવે એવી સંભાવના પૂરી છે.

trai national news new delhi life masala