લદ્દાખમાં કડકડતી ઠંડી વચ્ચે જવાનોએ કર્યા યોગા, જુઓ તસવીરો

21 June, 2021 03:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ કાશ્મીરમાં જવાનોએ કડકડતી ઠંડીમાં પણ યોગા કરી યોગ ડે ની ઉજવણી કરી હતી.

લદ્દાખમાં સૈનિકોઅ કર્યા યોગા ( સૌજન્યઃ PTI)

આજે સમગ્ર દૂનિયામાં  સાતમાં આંતરારાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.  ત્યારે બૉલિવૂડ સ્ટાર્સ અને નેતાઓએ પણ યોગા કરી યોગા ડે ની ઉજવણી કરી હતી. તો જમ્મુ કાશ્મીરમાં જવાનોએ પણ યોગા કર્યા હતાં. 


લદ્દાખમાં પૈંગોંગ ત્સો ઝીલ પાસે ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ આંતરારાષ્ટ્રીય યોગ દિવસ પર મોટી સંખ્યામાં એક સાથે  યોગ કર્યા હતાં. તમને જણાવી દઈએ કે લદ્દાખની પર્વતમાળાઓ વચ્ચે તાપમાન ખૂબ નીચા સ્તરે રહે છે, જેની વચ્ચે જવાનોએ યોગ કર્યા હતાં. 

 


જેસલમેરના શાહગઢ વિસ્તારને અડીને રણની આંતરરાષ્ટ્રીય સરહદ પર, બીએસએફ સેક્ટર દક્ષિણના ડીઆઈજી આનંદસિંહ તકસટની સૂચના હેઠળ  બીએસએફ જવાનોએ ઊંટ સાથે યોગા કર્યા હતાં.  

 

તો બીજી અરુણાચલ પ્રદેશમાં પણ તૈનાત જવાનોએ યોગામાં પોતાનો ઉત્સાહ દર્શાવવા અનિમલ ટ્રેનિંગ સ્કુલમાં એકસાથે યોગા કર્યા હતાં. આ દરમિયાન કેટલાક જવાનો ઘોડા પર યોગ કરતાં જોવા મળ્યા હતાં. 

લદ્દાખમાં આઈટીબીના જવાનોએ 18000 ફુટ ઊંચાઈ પર કડકડટી ઠંડી વચ્ચે પણ યોગા કર્યા હતાં.   

 

international yoga day ladakh indian army jammu kashmir