પહેલવાનોને જંતરમંતર પાસે પ્રદર્શનની છૂટ નહીં, કરાઈ ફરિયાદ

30 May, 2023 12:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ભવિષ્યમાં પણ જો કુસ્તીબાજો ધરણાની પરવાનગી માગશે તો તેમને જંતરમંતર સિવાય શહેરના કોઈ પણ યોગ્ય સ્થળે ધરણા કરવાની છૂટ આપવામાં આવશે.’ 

ફાઇલ તસવીર

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને તેમના ધરણાના સ્થળ પરથી હટાવ્યાના બીજા દિવસે ગઈ કાલે સુરક્ષા દળોએ કહ્યું હતું કે તેમને જંતરમંતર સિવાય શહેરના કોઈ પણ યોગ્ય સ્થળે વિરોધ કરવાની છૂટ આપવામાં આવશે.  ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (નવી દિલ્હી)એ હિન્દીમાં ટ્વિટ કરી જણાવ્યું હતું કે ‘જંતરમંતર ખાતે કુસ્તીબાજોનું વિરોધ-પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. જોકે રવિવારે તેમણે અમારી સતત વિનવણી છતાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે અમારે તેમના ધરણાનો અંત લાવીને સ્થળ ખાલી કરાવવું પડ્યું હતું.’ 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ભવિષ્યમાં પણ જો કુસ્તીબાજો ધરણાની પરવાનગી માગશે તો તેમને જંતરમંતર સિવાય શહેરના કોઈ પણ યોગ્ય સ્થળે ધરણા કરવાની છૂટ આપવામાં આવશે.’ 
નવા સંસદભવનનું ઉદ્ઘાટન ચાલુ હતું ત્યારે કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત અન્ય વિરોધકોએ એ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને રોકવાનો પ્રયાસ કરી રહેલાં સુરક્ષા દળો સાથે હાથાપાઈ કરવા બદલ તેમના સામે રમખાણ કરવાનો તેમ જ જાહેર સેવાના કર્મચારીઓને તેમની ફરજ બજાવતા રોકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દિલ્હી પોલીસે તરત જ એક મહિનાથી ચાલી રહેલા જંતરમંતર ખાતેના ધરણાની જગ્યા ખાલી કરાવી હતી તથા કહ્યું હતું કે તેમને આ સ્થળે ફરી ધરણા કરવા દેવામાં આવશે નહીં. 

national news new delhi wrestling jantar mantar delhi police