સોમનાથ રેલવે સ્ટેશનનું વર્લ્ડ ક્લાસ સ્ટેશનમાં રૂપાંતર થશે

10 December, 2022 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમનાથ સ્ટેશનને આર્કિટેક્ચરલ પરિવેશ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે

ટૂંક સમયમાં સોમનાથ સ્ટેશન આવું જોવા મળશે

રેલવેના પ્રવાસીઓને ટૂંક સમયમાં વિશ્વસ્તરનું સ્ટેશન જોવા મળવાનું છે. રેલવે સ્ટેશનોને સેવાના સાધન તરીકે જ નહીં, પરંતુ એક સંપત્તિ તરીકે બદલવા અને વિકાસ કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ, ભારતીય રેલવેએ પુનઃ વિકાસ માટે દેશમાં ૨૦૪ સ્ટેશનોની ઓળખ કરી છે. જેમાં સોમનાથ સ્ટેશન પણ સામેલ છે. સોમનાથ સ્ટેશનને આર્કિટેક્ચરલ પરિવેશ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે, જે સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ યોગ્ય ફિનિશ, રંગો, સામગ્રી, ટેક્સચર અને એકંદર દેખાવ અને અનુભૂતિ દ્વારા એકીકૃત થીમ રજૂ કરે. મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં છત સ્તરે ૧૨ શિખર હશે, જે ૧૨ જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે અને અગ્રભાગની થીમ પણ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવી જ હશે. સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુવિધાઓ અને સવલતો માટે પૂરતા વિસ્તારો સાથે સારી રીતે ડિઝાઇન કરેલ સ્ટેશન તરીકે અપગ્રેડ અને પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યું છે. આખા સ્ટેશન પરિસરમાં વાઇ-ફાઇ કવરેજ હશે અને ૧૦ ટકા દિવ્યાંગ મૈત્રીપૂર્ણ બનાવવામાં આવશે. 

national news western railway