18 October, 2022 01:20 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે
જમ્મૂ કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંમાં (Shopiya) આતંકવાદીઓ (Terrorist) દ્વારા એક કાશ્મીરી પંડિતની (Kashmir Pandit) ગોળી મારીને હત્યા કર્યાના થોડાક દિવસ પછી ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કન્નૌજના બે લોકોના એક ગ્રેનેડ હુમલામાં મોત થયા છે. આ બન્ને હરમન વિસ્તારમાં રહેતા હતા અને હુમલા દરમિયાન બન્ને સૂઈ રહ્યા હતા. કાશ્મીર ઝૉન પોલીસે (Kashmir Zone Police) મંગળવારે એક ટ્વીટમાં કહ્યું, "આતંકવાદીઓએ હરમનમાં હાથગોળો ફેંક્યો, જેમાં યૂપીના બે મજૂરો મનીષ કુમાર અને રામ સાગર ઈજાગ્રસ્ત થયા છે. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે જીવ ગુમાવ્યો. બન્ને કન્નૌજના રહેવાસી હતા. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે."
આગામી ટ્વીટમાં પોલીસે જણાવ્યું કે ગ્રેનેડ ફેંકનારા આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું, "શોપિયાં પોલીસ દ્વારા ધરપકડાયેલ શખ્સ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા ઇમરાન બશીર ગનીનો હાઇબ્રિડ આતંકવાદી છે. આગળની તપાસ અને દરોડા ચાલી રહ્યા છે."
આ પહેલા 15 ઑક્ટોબરના એક કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટની આ દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડમાં તેમના ઘરની પાસે ખૂબ જ નજીકથી ગોળી લાગવાથી મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો પ્રમાણે, તે શોપિયાંમાં રહેતો હતો અને ક્યારેય પલાયન નહોતું કર્યું.
આ પણ વાંચો : કાશ્મીરી પંડિતની હત્યાથી લોકો નારાજ, શ્રીનગરમાં હુર્રિયતના કાર્યાલયમાં તોડફોડ
કશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS)એ પોતાના અધિકારિક હેન્ડલ દ્વારા કહ્યું, "શોપિયાંમાં ચૌધરી ગુંડમાં એક કશ્મીરી બિનપ્રવાસીનું મોત થયું. ગ્રાઉન્ડ ઝીરો પર કંઇપણ ફેરફાર થયો નથી. આ ઘટના અમિત શાહ માટે સંદેશ છે કે જેમણે કહ્યું કે કાશ્મીરમાં હવે બધું બરાબર છે."