છોકરીએ કરી અશ્લીલતાની બધી હદ પાર: ગાઝિયાબાદના રસ્તા પર સંપૂર્ણ નગ્ન ફરવાનો વીડિયો વાયરલ

27 June, 2024 09:30 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Online Correspondent

Women Runs Naked on Ghaziabad Street: માત્ર 10 સેકન્ડના વાયરલ વીડિયોમાં રસ્તા પર રીક્ષા અને અન્ય વાહનો પણ પર દોડતા દેખાઈ રહ્યા છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના મોહન નગર વિસ્તારનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ અભદ્રતાની બધી જ હદને (Women Runs Naked on Ghaziabad Street) પાર કરી હોવાનું જોવા મળી રહ્યું છે. આ મહિલા ગાઝિયાબાદના રસ્તા પર નગ્ન અવસ્થામાં દોડી રહી હોવાનો વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 
ગાઝિયાબાદના આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલાએ શરીર પર કોઈપણ પ્રકારના કપડાં પહેર્યા નથી અને તે કપડાં વગર જ રસ્તા પર ચાલી રહી છે. વીડિયોમાં દેખાતી મહિલાની પબ્લિક પ્લેસમાં અશ્લીલ અને અભદ્ર હરકત મામલે (Women Runs Naked on Ghaziabad Street) હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો કયા વિસ્તારનો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો અમુક મહિના જૂનો હોઈ શકે છે જે હવે વાયરલ થઈ રહ્યો છે.

બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં એક મહિલા નગ્ન થઈને ગાઝિયાબાદ ફરતી જોવા મળી હતી. વીડિયોમાં (Women Runs Naked on Ghaziabad Street) જોવા મળી રહ્યું છે કે મહિલા પોતાની છાતીને હાથ વડે ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, વીડિયોમાં દેખાતી મહિલા પહેલા તેના વાળને સેટ કરે છે અને ફરી તેને વીખી નાખે છે. આ વીડિયોમાં આગળ એક પુરુષ પણ મહિલાની સામે ચાલીને જતો જોવા મળે છે. જે કદાચ આ મહિલાના શરીર પર કપડું ઓઢાડવા હાથમાં સાડી કે મહિલાના કપડાં લઈને જઈ રહ્યો છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

માત્ર 10 સેકન્ડના વાયરલ વીડિયોમાં રસ્તા પર રીક્ષા અને અન્ય વાહનો પણ પર દોડતા દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયો મોહનનગર ઈન્ટરસેક્શનનો (Women Runs Naked on Ghaziabad Street) હોવાનું કહેવાય છે, જ્યાં સતત લોકોની ભીડ રહે છે. અંધારું અને વાહનની લાઇટ ચાલુ હોવાને કારણે વાયરલ વીડિયો રાતનો સમય હોવાનું જણાય છે. જો કે, આ વાયરલ વીડિયોની કેટલો સાચો છે તે બાબતે કઈ પણ કહીં ન શકાય.

આ મામલે સાહિબાબાદના એસીપી રજનીશ ઉપાધ્યાયે (Women Runs Naked on Ghaziabad Street) જણાવ્યું કે “મામલો ધ્યાને આવ્યા બાદ વાયરલ વીડિયોની તપાસ ચાલી રહી છે કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે અને તે મહિલા કોણ છે અને તે ક્યાંથી આવી હતી. તપાસ બાદ જ કેટલીક બાબતો સામે આવશે. ઉપાધ્યાયે કહ્યું કે “મોહન નગર મેટ્રો સ્ટેશન પાસે લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કર્યાના પાંચ દિવસ પછી પણ આવી કોઈ ઘટના સામે આવી નથી. જો વિડિયોમાં બતાવેલ લોકેશન વર્તમાન પરિસ્થિતિ સાથે મેળ ખાય તો રસ્તાઓ, ડિવાઈડર (Women Runs Naked on Ghaziabad Street) વગેરેમાં ઘણો ફેરફાર દેખાઈ રહ્યો છે. તેના આધારે કહી શકાય કે આ વીડિયો હાલનો નથી પરંતુ જૂનો હોઈ શકે છે. આ વીડિયો ક્યારનો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

viral videos ghaziabad uttar pradesh national news social media videos video