16 March, 2023 08:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્પાઈસ જેટની (Spicejet) ફ્લાઈટમાં બુધવારે મુંબઈથી ગોરખપુર જતી મહિલા પ્રવાસી ચંદ્રાવતીની વિમાન લેન્ડ કરવાના લગભગ 25 મિનિટ પહેલા એકાએક તબિયત બગડી. વિમાનમાં તેને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો, પણ જીવ બચાવી શકાયો નહીં.
મુંબઈથી ગોરખપુર આવતી ગોલા તહેસીલના બૈદૌલી ખાસ નિવાસી ચંદ્રાવતીનું વિમાનમાં એકાએક તબિયત બગડતા મૃત્યુ થયું. ક્રૂ મેમ્બરે તેમને પ્રાથમિક ઉપચાર આપ્યો, પણ જીવ બચાવી શકાયો નહીં. એરપૉર્ટ પર વિમાન લેન્ડ કર્યા બાદ ડૉક્ટર્સે તપાસમાં તેમને મૃત જાહેર કર્યાં.
એમ્બ્યુલન્સથી જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાં પણ ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં. પૉસ્ટમાર્ટમ રિપૉર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ ન થતા મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો. ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા.
વિમાનમાં સાથે પ્રવાસ કરતા ચંદ્રાવતીના મોટા દીકરા રાજકુમાર સિંહનું કહેવું છે કે માને હાર્ટઅટેક આવ્યો હતો. જો કે, તે પહેલા સ્વસ્થ હતી. આ પહેલા પણ તે વિમાનમાં અનેક વાર પ્રવાસ કરી ચૂક્યાં છે. ચંદ્રાવતીના પતિનું દેહાંત થઈ ચૂક્યું છે. તેમના બે પુત્ર છે. રાજકુમાર મોટા છે. તેમનો નાનો દીકરો ગોરખપુરમાં શિક્ષક છે.
વિમાન લેન્ડ કરવાના 25 મિનિટ પહેલા બગડી તબિયત
સ્પાઈસ જેટના વિમાનમાં બુધવારે મુંબઈથી ગોરખપુર આવતી મહિલા પ્રવાસી ચંદ્રાવતીની વિમાન લેન્ડ કરવાના લગભગ 25 મિનિટ પહેલા એકાએક તબિયત બગડી. વિમાનમાં તેમને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો, પણ જીવ બચાવી શકાયો નહીં. જો કે, પોસ્ટમાર્ટમ રિપૉર્ટમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહીં, પણ તેમના મોટા દીકરાનું કહેવું છે કે માનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.
ઍરપૉર્ટના નિદેશક એકે દ્વિવેદીએ જણાવ્યું કે બુધવારે સવારે 10 વાગ્યે મુંબઈથી ગોરખપુર જનારા સ્પાઈસજેટના વિમાનમાં ચંદ્રાવતીની તબિયત એકાએક બગડી ગઈ છે. તેમને વિમાનના ક્રૂ મેમ્બરે પ્રાથમિક સારવાર આપી હતી. વિમાન લેન્ડ કર્યા બાદ ડૉક્ટર્સે તપાસ કરી તો મહિલા મૃત હતી.
ચંદ્રાવતીના મોટો દીકરા રાજકુમારે જણાવ્યું કે તે મુંબઈમાં સરકારી નોકરી કરે છે. દર વર્ષે ઠંડીની સીઝનમાં તેમની મા મુંબઈ આવે છે. આ વખતે પણ તે ત્રણ-ચાર મહિના પહેલા મુંબઈ આવી હતી. બુધવારે માને ગામડે છોડવા વિમાનથી ગોરખપુર જતો હતો. લેન્ડિંગથી લગભગ 20-25 મિનિટ પહેલા એકાએક તેમની છાતીમાં દુઃખાવો થયો.
આ પણ વાંચો : AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, હવે જાસૂસી કાંડમાં CBIએ નોંધી FIR
બે કલાક મોડી હતી ફ્લાઈટ
વિમાનમાં હાજર સ્પાઈસ જેટના કર્મચારીએ પ્રાથમિક સારવાર આપી, પણ તે શાંત પડી ગયા. ઍરપૉર્ટ પર વિમાન લેન્ડ થતા પહેલા જ ડૉક્ટર્સે તેમની તપાસ કરી તો તેમને પલ્સ મળી નહીં. એમ્બ્યુલેન્સથી તેમને જિલ્લા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. મોડી સાંજે પોસ્ટમાર્ટમ થયું, પણ મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહીં. મૃતદેગ લઈને અમે ગામડે જઈએ છીએ.
સ્પાઈસ જેટના જે વિમાનમાં મહિલાનું મોત થયું, તેને પાછા મુંબઈ જવાનું હતું. મહિલાના મોત બાદ બધી પ્રક્રિયાઓ પૂરી કરવામાં સમય લાગ્યો. આથી વિમાન નક્કી સમય કરતા બે કલાક મોડી ફ્લાઈટ કરી શક્યું. આ દરમિયાન તે વિમાનથી મુંબઈ જનારા પ્રવાસીઓને પણ ઍરપૉર્ટ પર રાહ જોવી પડી.