22 August, 2019 08:46 AM IST | નવી દિલ્હી
વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદને ફરી મિગ-21 ઉડાવવાનું શરૂ કર્યું
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલી સૈન્ય ઝડપના હીરો વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફરીથી લડાકુ વિમાન મિગ-21 ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની અને ભારતીય વાયુસેના વચ્ચે કશ્મીરમાં ઝડપ થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડ્યા બાદ મિગ-21 ક્રેશ થતા ઘાયલ થયેલા અભિનંદનને ગંભીર ઈજાઓના કારણે મિગ-21 ચલાવવાથી રોકવામાં આવ્યા હતા. જે બાદ હવે તેઓ ફિટ થયા છે અને મિગ-21થી ઉડાન ભરવા માટે રાજસ્થાનના એક વાયુસેનાના અડ્ડા પર તહેનાત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાને અભિનંદનને બનાવ્યો હતો બંદી
વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિંગ કમાંડર અભિનંદને પહેલાની જેમ જ લડાકુ વિમાનથી ઉડાન ભરવાની શરૂ કરી દીધી છે. વાયુસેનાના 36 વર્ષના પાયલટનું મિગ-21 પાકિસ્તાની વિમાનો સાથે હવાઈ ઝડપ થયા બાદ પાકિસ્તાનના કબજા વાળા ગુલામ કશ્મીરમાં જઈને પડ્યું હતું. જે બાદ પાકિસ્તાની સેનાએ અભિનંદનને બંદી બનાવી લીધા હતા. ભારત સરકરાના દબાણના લીધે એક માર્ચની રાતે પાકિસ્તાને તેમને છોડી મુક્યા હતા. અભિનંદનના પરાક્રમ માટે તેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ યુદ્ધકાળનો ત્રીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર છે.
આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે
મેડિકલ તપાસ બાદ જાહેર કરાયા ફિટ
બેંગલુરૂ સ્થિત વાયુસેના ઈંસ્ટીટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિને લગભગ 3 અઠવાડિયા પહેલા જ મેડિકલ તપાસ બાદ અભિનંદનને લડાકુ વિમાન ઉડાવવા માટે ફિટ જાહેર કર્યા હતા. પાકિસ્તાનથી પાછા ફર્યા બાદ અભિનંદને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પાસે જલ્દી કૉકપિટમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનથી પાછા આવ્યા બાદ અભિનંદનની બે અઠવાડિયા સુધી સુરક્ષા એજન્સીઓએ સતત પુછપરછ પણ કરી હતી. જે બાદ તેઓ રજા પર ગયા હતા અને આરામ કર્યો હતો. હવે તેઓ સાજા થઈ ગયા છે અને ફરી દુશ્મનોના દાંત ખાટા કરવા માટે તૈયાર છે.