17 July, 2024 04:16 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા (તસવીર સૌજન્ય: સેલેબ્સ ઇનસ્ટાગ્રામ)
દેશના રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) સામે અનેક આરોપી લગાવવામાં આવી રહ્યા છે. આ આરોપો સામેની તપાસ માટે આપના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Wimbledon Men`s 2024 Final) સહિત અને મોટા નેતાઓ જેલમાં બંધ છે. એવામાં આપની સફળતા માટે મહત્ત્વનો ચહેરો ગણાતા નેતા રાઘવ ચઢ્ઢા વિદેશમાં તેમની પત્ની બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે. રાઘવ અને પરિણીતીએ રવિવારે ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વિમ્બલ્ડન 2024 મૅન્સ ફાઇનલની લાખો રૂપિયાની ટિકિટ ખરીદી હતી. આ અંગે હવે સોશિયલ મીડિયા સહિત વિપક્ષના નેતાઓએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથે ઇંગ્લૅન્ડના લંડનમાં યોજાયેલી કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચ વચ્ચેની વિમ્બલ્ડન 2024 મૅન્સ ફાઇનલ મેચમાં (Wimbledon Men`s 2024 Final) હાજરી આપી હતી. રાઘવ અને પરિણીતી VIP બૉક્સમાં બેઠેલા જોવા મળ્યા હતા. આ VIP બૉક્સની ટિકિટની કિંમત 18 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધીની હોય છે. જેથી આટલી મોંઘી ટિકિટ ખરીદવા માટે હવે તેમની ટીકા કરવામાં આવી રહી છે. વિમ્બલ્ડનમાં ચઢ્ઢાને જોઈએ અનેક વિપક્ષના નેતાઓ સહિત લોકો ગુસ્સે થયા હતા. ભારતમાં હાલનું રાજકીય વાતાવરણને જોઈને ટ્રોલર્સે તેમની મુલાકાતના પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે આપ નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેલમાં છે. તેમના પક્ષમાં અનેક તણાવ અને સંઘર્ષ ચાલી રહ્યા છે એવામાં ચઢ્ઢા તેમની લક્ઝરી લાઈફ એન્જોય કરી રહ્યા છે.
પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાઘવ અને તેના વિમ્બલ્ડન મેચ જોવાની પળો શૅર કરી હતી. આ તસવીરોમાં તેઓ મેચ વખતે વીઆઇપી સીટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવે બંનેએ અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને હવે રાઘવ પર જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, વિમ્બલ્ડનની ફાઈનલના એક દિવસ પહેલા રાઘવે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. રાઘવે ‘કેમ્બ્રિજ ઈન્ડિયા કોન્ફરન્સ 2024’માં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતના રાજકીય લેન્ડસ્કેપ, AAPનો ઉદય અને તેમની અંગત રાજકીય સફર વિશે ચર્ચા કરી હતી. આ પોસ્ટ શૅર કરીને રાઘવે (Wimbledon Men`s 2024 Final) લખ્યું "@Cambridge_Uni દ્વારા આયોજિત `કેમ્બ્રિજ ઇન્ડિયા કોન્ફરન્સ 2024`માં તેજસ્વી દિમાગ સાથે વાતચીત કરી, જ્યાં મેં ભારતના રાજકીય લેન્ડસ્કેપ, રાજકીય સ્ટાર્ટઅપ જે AAP છે, મારી રાજકીય સફર અને વધુ વિશે વાત કરી,".
રાઘવ અને પરિણીતીની (Wimbledon Men`s 2024 Final) પોસ્ટ પર કમેન્ટ કરવાની સાથે લોકો આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરીને ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું આ છે દેશના આમ આદમી જે લાખો રૂપિયાની ટિકિટ ખરીદીને ટેનિસ મેચ જોવા ગયા છે. તો બીજાએ લખ્યું પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે અને બીજા નેતાઓ વેકેશન પર છે. તેમ જ હવે ભાજપ અને કૉંગ્રેસ પણ આ ટ્રોલમાં સામેલ થયું છે.