શું આમ આદમી પાર્ટી બની શકે છે રાષ્ટ્રીય પાર્ટી? જાણો શું છે નિયમ

08 December, 2022 12:54 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

હાલમાં ભારતમાં 7 રાષ્ટ્રીય પક્ષો છે, જ્યારે રાજ્ય સ્તરના પક્ષોની સંખ્યા 35 છે અને પ્રાદેશિક પક્ષોની સંખ્યા 350 આસપાસ છે

આમ આદમી પાર્ટી

દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ની બમ્પર જીત અને ગુજરાત, હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલથી ઉત્સાહિત, AAPએ રાષ્ટ્રીય પક્ષ બનવાનો આત્મવિશ્વાસ મેળવ્યો હતો. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકાર છે, તેમ ગોવામાં પણ AAPના ધારાસભ્યો છે. બુધવારે દિલ્હી MCD ચૂંટણીમાં જીત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી રહી છે. આ માટે પાર્ટી ઓફિસમાં ‘આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી’નું હોર્ડિંગ બતાવવામાં આવ્યું હતું. શું આમ આદમી પાર્ટી ખરેખર રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી શકશે? ચાલો આ સમજીએ.

સૌથી પહેલા જાણીએ હાલમાં દેશમાં ત્રણ પ્રકારની પાર્ટીઓ છે. રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અને પ્રાદેશિક પક્ષો. હાલમાં ભારતમાં 7 રાષ્ટ્રીય પક્ષો છે, જ્યારે રાજ્ય સ્તરના પક્ષોની સંખ્યા 35 છે અને પ્રાદેશિક પક્ષોની સંખ્યા 350 આસપાસ છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે પક્ષે ત્રણમાંથી એક શરત પૂરી કરવી પડે છે, તો જ પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે.જે શરતો નીચે મુજબ છે..

1. ત્રણ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં એક પક્ષે 2 ટકા બેઠકો જીતે.
2. ચાર લોકસભા બેઠકો ઉપરાંત, એક પક્ષને લોકસભામાં છ ટકા મત અથવા ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં છ ટકા મત મેળવવા જોઈએ.
3. ચાર કે તેથી વધુ રાજ્યોમાં એક પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવી જોઈએ.

જે પાર્ટી આ ત્રણ શરતોમાં એક પણ શરત પૂરી કરે છે, તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે.

આ પણ વાંચો:Gujarat Results Bullet Points: 11 ડિસેમ્બરે યોજાઈ શકે છે ભવ્ય શપથ સમારોહ
 
જાણીએ કે દેશમાં કેટલા રાષ્ટ્રીય પક્ષો છે?
દેશમાં અત્યારે સાત રાષ્ટ્રીય પક્ષો છે. તેમાં ભારતીય જનતા પાર્ટી (Bhajap), કોંગ્રેસ (Congress), બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ નેશનલ પાર્ટીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઈટેડ જેવા પક્ષો પ્રાદેશિક પક્ષોની શ્રેણીમાં આવે છે.

national news aam aadmi party arvind kejriwal