ન્યૂડ તસવીરો, ગેન્ગસ્ટરની ધમકી...ઈન્સ્ટા મૉડલ જસનીત કૌરનો પર્દાફાશ

07 April, 2023 05:40 PM IST  |  Ludhiana | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે ધરપકડાયેલ મોહાલીની ઈન્સ્ટાગ્રામ મૉડલ જસનીત કૌર પોતાના સોશિયલ મીડિયા ફૉલોઅર્સને ન્યૂડ તસવીરો મોકલીને તેમને બ્લેકમેઈલ કરતી હતી અને તેમની પાસેથી પૈસાની વસૂલી કરતી હતી.

પ્રતીકાત્મક તસવીર

ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર જસનીત કૌરની પંજાબ પોલીસે તાજેતરમાં જ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. હવે જસનીત કૌરની કરતૂતના ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે કહ્યું કે મંગળવારે ધરપકડાયેલ મોહાલીની ઈન્સ્ટાગ્રામ મૉડલ જસનીત કૌર પોતાના સોશિયલ મીડિયા ફૉલોઅર્સને ન્યૂડ તસવીરો મોકલીને તેમને બ્લેકમેઈલ કરતી હતી અને તેમની પાસેથી પૈસાની વસૂલી કરતી હતી.

નાના કપડામાં બનાવી રીલ્સ
જસનીત કૌર ઉર્ફે રાજબીર કૌરની એક બિઝનેસમેનની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી છે. બિઝનેસમેને પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સ તેને બ્લેકમેઈલ કરી રહી હતી. જસનીત કૌર વિરુદ્ધ લુઘિયાનાના મૉડલ ટાઉન થાણાંમાં એક એપ્રિલના કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. લુધિયાના પોલીસે એક બીએમડબ્લ્યૂ કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે.

જસનીત કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નાના કપડામાં રીલ પોસ્ટ કરતી હતી. જસનીતના હાલ બે લાખથી વધારે ફૉલોઅર્સ છે. ટેલીગ્રામ અકાઉન્ટ સિવાય ફોટો શૅરિંગ પ્લેટફૉર્મ પર પણ તેના અનેક અકાઉન્ટ્સ છે. જસનીત કૌર લોકોને પોતાની ન્યૂડ તસવીરો અને વીડિયોઝ મોકલતી હતી અને તેમની સાથે ચેટિંગ દ્વારા બ્લેકમેઈલ કરી પૈસા વસૂલતી હતી.

કોણ છે જસનીત કૌર?
જસનીત કૌર પંજાબના સંગરૂર જિલ્લાની રહેવાસી છે. મોટા સપના જોનારી જસનીત કૌરના પિતીનું થોડાંક વર્ષો પહેલા મોત થયું હતું. તેના ઘરની સ્થિતિ બરાબર નહોતી આથી તેણે પોતાની સુંદરતાને કમાણીનો રસ્તો બનાવ્યો અને પૈસા કમાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ રીલ્સ બનાવવા માંડી. પરિણામે થયું એવું કે ધીમે ધીમે તેના ફૉલોઅર્સ વધતા ગયા. ફૉલોઅર્સ વધતાની સાથે જ તેણે બ્લેકમેલિંગનો ધંધો શરૂ કરી દીધો.

આ રીતે કરતી હતી ટારગેટ
રિપૉર્ટ પ્રમાણે, જસનીત પહેલા પોતાના પુરુષ ટારગેટને શોધતી પછી તેની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરતી હતી. ચેટ દરમિયાન તે તેને રેકૉર્ડ કરી લેતી હતી અને પછી બ્લેકમેઈલ કરી પૈસા વસૂલતી હતી. પહેલા તે તેમની પાસેથી પૈસા માગતી અને ના પાડતા ગેન્ગસ્ટરોની મદદથી તેમને ધમકાવતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જસનીત કૌરને 2008માં મોહાલીમાં આ પ્રકારના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતની પૂછપરછમાં જસનીત કૌરે જણાવ્યું કે તે ખૂબ જ લગ્ઝરી લાઈફ જીવે છે.

રિપૉર્ટ પ્રમાણે, જસનીત કૌરની મિત્ર એક મોટી રાજનૈતિક પાર્ટીની નેતાની પત્ની છે. તે નેતા પણ કહેવાતી રીતે જસનીતની કૌરની મદદ કરતો હતો. જસનીતે પોતાના આ કાળા કામમાં એટલા પૈસા કમાઈ લીધા છે કે તેણે મોંઘી લગ્ઝરી BMW પણ ખરીદી લીધી છે. કારની કિંમત લગભગ 75 લાખ રૂપિયા કહેવામાં આવી છે. જો કે, પોલીસે આ કાર જપ્ત કરી લીધી છે.

આ પણ વાંચો : ગેંગસ્ટરની સતત ધમકીઓ વચ્ચે સલમાન ખાને લીધી નવી ઇમ્પોર્ટેડ બુલેટપ્રૂફ કાર

આ રીતે પકડાઈ ગઈ જસનીત
ઈન્ડિયા ટુડેના રિપૉર્ટ પ્રમાણે, લુધિયાનાના રહેવાસી 33 વર્ષીય એક વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ લુધિયાના પોલીસ હરકતમાં આવી. શખ્સે આરોપ મૂક્યો કે ગયા વર્ષે નવેમ્બરમાં તેને વૉટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને પૈસાની માગ કરી. આરોપીઓએ તેને અને તેના પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી. લુધિયાના (પશ્ચિમ)નાં સહાયક પોલીસ અધિકારી જસરૂપ કૌર બઠે  કહ્યું કે, "અમને એક સ્થાનિક વ્યવસાયી પાસેથી ફરિયાદ મળી કે તેને આરોપી દ્વારા બ્લેકમેઇલ કરવામાં આવે છે. આરોપી કેટલાક ગેન્ગસ્ટર સાથે સંપર્કમાં હતી જે પીડિતોને ધમકાવતો હતો. અમે આરોપોની પુષ્ટિ કરી રહ્યા છીએ."

Crime News sexual crime ludhiana punjab national news