બૅન્કર ઉદય કોટકના દીકરા સાથે મૅરેજ કરનાર અદિતિ આર્ય કોણ છે?

10 November, 2023 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અબજોપતિ બૅન્કર ઉદય કોટકના દીકરા જય કોટકે મંગળવારે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અદિતિ આર્યની સાથે મૅરેજ કર્યાં હતાં. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં આ કપલનાં મૅરેજ થયાં હતાં

અબજોપતિ બૅન્કર ઉદય કોટકના દીકરા જય કોટકે મંગળવારે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અદિતિ આર્યની સાથે મૅરેજ કર્યાં

નવી દિલ્હી ઃ અબજોપતિ બૅન્કર ઉદય કોટકના દીકરા જય કોટકે મંગળવારે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અદિતિ આર્યની સાથે મૅરેજ કર્યાં હતાં. મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં આ કપલનાં મૅરેજ થયાં હતાં, જ્યારે અન્ય રિતીરિવાજો અને સેરેમનીઝ ઉદયપુરમાં થયાં હતાં. 
૧૯૯૩ની ૧૮ સપ્ટેમ્બરે જન્મેલી અદિતિ આર્ય ચંડીગઢમાં મોટી થઈ છે. તેણે દિલ્હી યુનિવર્સિટીની શહીદ સુખદેવ કૉલેજ ઑફ બિઝનેસ સ્ટડીઝમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. ભણતર બાદ તેણે અર્ન્સ્ટ ઍન્ડ યંગમાં રિસર્ચ ઍનલિસ્ટ તરીકે કામ કર્યું હતું. 
૨૦૧૫માં તેણે ફેમિના મિસ ઇન્ડિયાની બાવનમી એડિશનમાં ફેમિના મિસ ઇન્ડિયાનો ક્રાઉન જીતી હતી. એ પછી તેણે ચીનમાં યોજાયેલી મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ડિરેક્ટર પુરી જગન્નાથની ફિલ્મ ‘ઇસ્મ’ સાથે ટૉલીવૂડમાં કરીઅરની શરૂઆત કરી હતી અને ૨૦૨૧માં રિલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’માં પણ જોવા મળી હતી. તેણે હિન્દી વેબ-સિરીઝ ‘તંત્ર’ પણ કરી છે. તે સોશ્યલ મીડિયા પર પણ પૉપ્યુલર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૩.૪ લાખ ફૉલોઅર્સ છે. 
કેટલીક મૂવીઝમાં કામ કર્યા બાદ તે તેમનું એમબીએ કમ્પ્લીટ કરવા માટે અમેરિકા જતી રહી હતી. આ કપલનો પૅરિસમાં આઇફલ ટાવરની પાસે પોઝ આપતો એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે આ કપલે ઑગસ્ટ ૨૦૨૨માં એન્ગેજમેન્ટ કરી લીધા છે.

national news mumbai news gujarati mid-day