06 February, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉલ પ્લાઝા
જો તમારે કાર લઈને નૅશનલ હાઇવે પર સતત ટ્રાવેલ કરવાનું થતું હોય તો તમારા માટે ગુડ ન્યુઝ છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી એક યોજના તૈયાર કરી રહ્યા છે જેમાં મોટરિસ્ટોને ૩૦૦૦ રૂપિયામાં વાર્ષિક ટોલ પાસ મળશે એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ ૧૫ વર્ષ માટેનો લાઇફટાઇમ પાસ લેવા માગતી હશે તો એ વિકલ્પ પણ ૩૦,૦૦૦ રૂપિયામાં મળી રહેશે.
અત્યારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્રપોઝલ પર કામ કરી રહી છે અને એ ઍડ્વાન્સ સ્ટેજમાં છે. આ સિવાય નીતિન ગડકરીનો ડિપાર્ટમેન્ટ કિલોમીટરદીઠ ટોલના દરમાં પણ થોડો ફેરફાર કરીને પ્રાઇવેટ કારવાળાને થોડી રાહત કઈ રીતે આપી શકાય એ વિકલ્પ પર પણ કામ કરી રહ્યો છે.
અત્યારે એક જ ટોલ-નાકાથી વારંવાર પ્રવાસ કરનારા મોટરિસ્ટોને ૩૪૦ રૂપિયામાં મહિનાનો પાસ આપવામાં આવે છે. આ પાસ લેનારાએ એક વર્ષના ૪૦૮૦ રૂપિયા ચૂકવવા પડે છે જેની સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આખા વર્ષ દરમ્યાન નૅશનલ હાઇવે પર અનલિમિટેડ ટ્રાવેલ કરનારાને ૩૦૦૦ રૂપિયામાં વાર્ષિક પાસ આપવાનું વિચારી રહી છે.