25 August, 2023 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ રેલવેના સૂરત યાર્ડમાં નૉન-ઇન્ટરલૉકિંગ કામ માટે મેગા બ્લૉકને કારણે પશ્ચિમ રેલવેની અનેક ગાડીઓ પ્રભાવિત થવાની છે. આ મેજર બ્લૉક 25 ઑગસ્ટ 2023ના રોજ સવારે 9.30 વાગ્યાથી 28 ઑગસ્ટ, 2023ના રોજ 17.30 વાગ્યા સુધી લગભદ 56 કલાક માટે લાગુ પાડવામાં આવશે. આ બ્લૉક સૂરત-ઉધના ત્રીજી લાઈનના કામ માટે લાગુ પાડવામાં આવશે. આ કાર્યને કારણે પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ, શૉર્ટ ટર્મિનેટ અથવા શૉર્ટ ઓરિજિનેટ થશે.
પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે 25 ઑગસ્ટ, 2023ના પ્રભાવિત થનારી ટ્રેનોનું લિસ્ટ આ પ્રકારે છે.
નિરસ્ત થનારી ટ્રેનો
1. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ
2. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ
3. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 22989 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ
4. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 229655 બાન્દ્રા ટર્મિનસ-ભગતની કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસ
5. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 22931 બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ
6. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 09037 બાન્દ્રા ટર્મસ-બાડ઼મેર સ્પેશ્યલ
7. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ
8. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 12966 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ
9. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ
10. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 12980 જયપુર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
11. 25 ઑગસ્ટ, 2023ના રોજ ટ્રેન નંબર 02134 જબલપુર-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
શૉર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનનું લિસ્ટ
1. ટ્રેન નંબર 20908 ભુજ - દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 25મી ઓગસ્ટ, 2023ના રોજ શરૂ થનારી મુસાફરીને વડોદરા સુધી શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને વડોદરા અને દાદર વચ્ચે શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
2. 25મી ઓગસ્ટ, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19008 ભુસાવલ - સુરત એક્સપ્રેસ ઉધના ખાતે ટૂંકી અને ઉધના અને સુરત વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
3. 25 ઑગસ્ટ, 2023ના રોજ પ્રવાસ શરૂ થનારી ટ્રેન સંખ્યા 19006 ભુસાવલ-સૂરત એક્સપ્રેસ ઉધનામાં શૉર્ટ ટર્મિનેટ થશે ત્યારે ઉધના તેમજ સૂરત વચ્ચે શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
4. 25 ઑગસ્ટ, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન સંખ્યા 19046 છપરા-સૂરત તાપ્તી ગંગા એક્સપ્રેસ ઉધનામાં શૉર્ટ ટર્મિનેટ તેમજ ઉધના તેમજ સૂરત વચ્ચે શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
નોટ: 26, 27 અને 28 ઑગસ્ટ, 2023ના રોજ પ્રભાવિત ટ્રેનોનું લિસ્ટ અને પ્રેસ રિલીઝ આવતી કાલે જાહેર કરવામાં આવશે.