midday

West Bengal News: પતિને કિડની વેચવા મજબૂર કર્યો, ૧૦ લાખ રોકડી થતાં જ પત્નીએ એવું કર્યું કે પતિ આઘાતમાં!

03 February, 2025 01:12 PM IST  |  West Bengal | Gujarati Mid-day Online Correspondent

West Bengal News: મહિલાએ પોતાના પતિને જબરદસ્ત રીતે ફસાવ્યો હતો. પોતાની આર્થિક તંગીમાંથી બહાર આવવા તેણે આઇડિયા કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળમાંથી હેરાન પરેશાન કરી મૂકે એવા સમાચાર (West Bengal News) સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના પતિને જબરદસ્ત રીતે ફસાવ્યો હતો. પોતાની આર્થિક તંગીમાંથી બહાર આવવા તેણે આઇડિયા કર્યો. સૌ પ્રથમ તો એણે એના પતિને ઓપરેશન કરવા માટે બરાબરનો તૈયાર કર્યો. અને ૧૦ લાખમાં કિડની વેચી કાઢી. દંગ રહી જવાય એવી વાત તો ત્યારે બની જ્યારે પતિની કિડની વેચીને તેમાંથી જે પૈસા આવ્યા તે પૈસા લઈને આ મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર થઇ ગઈ હતી.પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના સંકરેલની આ ઘટનાએ સૌ કોઈને હેરાન કરી મૂક્યા છે. 

શા માટે આ પત્નીએ પતિને કિડની વેચવા મજબૂર કર્યો?

West Bengal News: પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાએ તેના પતિ પર દીકરીના ભણતર અને લગ્ન માટે પૈસા ભેગા કરવા માટે દબાણ કર્યું હતું. અને મહિલાએ પોતાના પતિને પોતાની કિડની વેચવા માટે દબાણ કર્યું. પતિએ આવું કરવા માટે મહિનાઑ સુધી આ વાતને અવગણી, તે ના ના પાડતો રહ્યો પણ આખરે તે રાજી થયો. લગભગ એકાદ વર્ષ સુધી કોઈ કિડનીનો ખરીદનાર મળે છે કે કેમ એની શોધ કરવામાં આવી. આખરે એક જણ મળ્યો. પતિએ પોતાની કિડની એ વિચારીને વેચી દીધી કે તેનાથી તેની પુત્રી અને તેના પરિવાર પર જે આર્થિક તંગી આવી છે તે દૂર થશે.

મહિલાને ફેસબુક પર મળ્યો હતો પ્રેમી

પ્રાપ્ત માહિતી અનુસાર (West Bengal News) મહિલાને ફેસબુક પર બેરકપુરના એક પેઇન્ટર સાથે સંપર્ક થયો હતો. તેઓ બંનેની વાતચીત રિલેશનશિપમાં પરિણમી ગઈ હતી. પોતાના પતિની કિડની ના જે પૈસા આવ્યા હતા તે લઈને આ પ્રેમી સાથે ભાગી ગઈ. 

પતિ તેની કિડની વેચીને જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેની પત્નીએ તેને આરામ કરવાની અને બહાર ન જવાની સલાહ આપી, અને કહ્યું કે આરામ જ કરવો પડશે જેથી તે ઝડપથી રિકવર થઈ જશે. પરંતુ થોડા દિવસો પછી પત્ની અચાનક ઘરેથી ભાગી ગઈ. પછી આવી જ નહિ. પતિએ ઘરની શોધખોળ કરી તો તેને જાણવા મળ્યું કે કબાટમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને અન્ય કેટલાક પૈસા પણ ગાયબ હતા.

પત્ની ભાગી જતાં પતિએ પોલીસમાં ફરિયાદ (West Bengal News) નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી બંનેને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ આ પતિ તેની 10 વર્ષની પુત્રી સાથે બેરકપુર પહોંચ્યો પરંતુ મહિલાએ ઘરનો દરવાજો જ ખોલવાની ના પાડી દીધી હતી. વળી મહિલાએ છૂટાછેડા આપવા પણ કહી દીધું હતું. 

આ આખી જ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જો કે હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

national news india west bengal Crime News crime branch