03 January, 2023 11:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પંજાબ અને હરિયાણામાં ગઈ કાલે ઠંડીની તીવ્ર લહેર વચ્ચે અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં નોંધનીય ઘટાડો નોંધાયો હતો. પંજાબ, હરિયાણાના કેટલાક વિસ્તારમાં તેમ જ ચંડીગઢમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેતાં દૃશ્યતા ઘટી હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર પંજાબમાં ભટિંડામાં સૌથી નીચું ૦.૪ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કે હરિયાણાના મંદકોલા વિસ્તારમાં માઇનસ ૧.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
પંજાબના અમ્રિતસરમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણામાં ૪.૧, પટિયાલામાં ૫.૮, પઠાણકોટમાં ૩.૪, ફરિદકોટમાં ૨.૨ અને મોગામાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ જ્યારે કે ગુરદાસપુરમાં ૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હરિયાણાના ફતેહાબાદમાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસ, હિસ્સારમાં ૪.૫, નારનૌલમાં ૪.૨, ભિવાનીમાં ૬.૨, સિરસામાં ૩.૪ અને ઝજ્જરમાં ૬.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બન્ને રાજ્યોની રાજધાની ચંડીગઢમાં ૬.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ અનેક વિસ્તારોમાં મિનિમમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું હતું.