Viral Video: વડાપ્રધાને મંદિરમાં નહોતા ચઢાવ્યા ૨૧ રૂપિયા, BJPએ આપ્યો પુરાવો

28 September, 2023 06:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજસ્થાનનો પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં જે પરબિડીયું ચઢાવ્યું હતું તેમાં 21 રૂપિયા મળી આવ્યા હતા

ફાઇલ તસવીર

રાજસ્થાનનો પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયો (Viral Video)માં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં જે પરબિડીયું ચઢાવ્યું હતું તેમાં 21 રૂપિયા મળી આવ્યા હતા. હવે ભાજપે આ મામલે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં કંઈક બીજું જ દેખાય રહ્યું છે. પણ, શું? તે ચાલો તમને જણાવીએ.

બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી રાજસ્થાનના મંદિરના દાન પેટીમાં પણ કંઈક નાખતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ એક પરબિડીયું નથી, પરંતુ પરબિડીયું વિના પૈસા છે. બીજેપીનું કહેવું છે કે પીએમ મોદીએ દાન પેટીમાં કોઈ પરબિડીયું નહીં, પરંતુ નોટો મૂકી હતી.

આ પહેલા પૂજારીએ શું દાવો કર્યો હતો?

આ ઘટના આ વર્ષે 28 જાન્યુઆરીએ બની હતી. ગુર્જર સમુદાયના આરાધ્ય દેવતા ભગવાન દેવનારાયણના 1111મા પ્રાગટય દિવસે પીએમ મોદી રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં માલસેરી ડુંગરી મંદિરના દર્શન કરવા ગયા હતા. પીએમ મોદીએ દેવતાના દર્શન કર્યા હતા અને લોકોને સંબોધિત પણ કર્યા હતા.

ધાર્મિક વિધિના લગભગ નવ મહિના પછી 25 સપ્ટેમ્બરે મંદિરની દાનપેટી ખોલવામાં આવી હતી. મંદિરના પૂજારી હેમરાજ પોસવાલે મીડિયાની સામે એક પરબિડીયું ખોલ્યું હતું. તેમણે દાવો કર્યો કે પીએમ મોદીએ દાનપેટીમાં આ જ મૂક્યું હતું. હેમરાજ પોસવાલનો દાવો છે કે આ પરબિડિયામાંથી 21 રૂપિયા મળી આવ્યા છે. હેમરાજે કહ્યું કે વીડિયોમાં જોવા મળે છે કે પીએમ મોદીએ સફેદ પરબિડીયું મૂક્યું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું કે સફેદ પરબિડીયું પીએમ મોદીનું હતું.

ઑલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી અને રાજસ્થાન સીડ કૉર્પોરેશનના પ્રમુખ ધીરજ ગુર્જરે પરબિડિયાને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ પર ગુર્જર સમુદાયને આપેલા વચનો ન નિભાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આખરે સત્ય બહાર આવ્યું અને પરબિડિયાનો દાવો ખોટો નીકળ્યો છે.

મોદી માટે રોબો લાવ્યો ચા અને સૅન્ડવિચ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં આવેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટીને કરેલો વાયદો ગઈ કાલે નિભાવતાં સમય કાઢીને અહીં આવેલી રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કની મુલાકાત લઈ જીવસૃષ્ટિનો નઝારો માણ્યો હતો અને સહેલાણીની જેમ ઉત્સુકતા સાથે માહિતી મેળવી હતી. એટલું જ નહીં, લટાર મારીને રોબો કૅફેમાં બેઠા હતા, જ્યાં રોબો તેમને માટે ચા-પાણી અને સૅન્ડવિચ લઈને આવ્યો હતો, જેમાંથી નરેન્દ્ર મોદીએ ચા પીધી હતી.

નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ સાથે સાયન્સ સિટીના રોબોટિક ગૅલરી, નેચર પાર્ક અને ઍક્વેટિક પાર્કમાં ફર્યા હતા. આ મહાનુભાવોએ ઍક્વેટિક પાર્કમાં બનાવેલી ટનલમાંથી પસાર થઈને માછલીઓનો અદ્ભુત નઝારો જોયો હતો.

narendra modi bharatiya janata party viral videos rajasthan india national news