ઢોલક સાથે આવેલા પ્રવાસીએ પ્લેનમાં લલકાર્યું શ્રીરામનું ભજન

12 February, 2024 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પ્રવાસી ઢોલક વગાડવાની સાથોસાથ ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ભજન ગાઈ રહ્યો છે

વાઇરલ વિડિયોની તસવીર

ઇન્ટરનેટ પર રોજ અનેક પ્રકારના વિડિયો શૅર કરવામાં આવે છે. એ પૈકી અમુક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થાય છે. સોશ્યલ મીડિયા પર એક વિમાનનો વિડિયો વાઇરલ થયો છે. ઇન્ટરનેટ પર ફ્લા​​​ઇટ સંબંધી બહુ ઓછા વિડિયો જોવા મળે છે. અમુક વિડિયોમાં વિમાનના પ્રવાસીઓ દ્વારા મારઝૂડ જોવા મળે છે. હાલમાં આ બધાથી અલગ એક અનોખો વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક પ્રવાસી વિમાનમાં ઢોલક સાથે સફર કરી રહ્યો છે. એ પ્રવાસી ઢોલક વગાડવાની સાથોસાથ ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ભજન ગાઈ રહ્યો છે અને સાથી-પ્રવાસીઓ તેના સૂરમાં સૂર મિલાવી રહ્યા છે.

offbeat videos offbeat news social media viral videos