Viral Video: `ઑટો તારા બાપની છે?’ રાઈડ કેન્સલ કર્યા બાદ રીક્ષા ચાલકે મહિલાની કરી છેડતી

05 September, 2024 09:43 PM IST  |  Bangalore | Gujarati Mid-day Online Correspondent

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પીડિતા (Viral Video)એ જણાવ્યું કે, બુધવારે તેણે અને તેના મિત્રએ ઑલા એપ દ્વારા ધસારાના સમય દરમિયાન બે ઑટો બુક કરાવી હતી

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છેડતીનો એક ચોંકાવનારો કિસ્સો (Viral Video) સામે આવ્યો છે. અહીં એક મહિલાએ એપ દ્વારા બુક કરાયેલી ઑટો રાઈડ કેન્સલ કરી તો આરોપી ઑટો ડ્રાઈવરે પહેલા તેની છેડતી કરી અને પછી મહિલા સાથે મારપીટ કરી અને ભાગી ગયો. જોકે, હવે પોલીસે આરોપી ઑટો ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પીડિતા (Viral Video)એ જણાવ્યું કે, બુધવારે તેણે અને તેના મિત્રએ ઑલા એપ દ્વારા ધસારાના સમય દરમિયાન બે ઑટો બુક કરાવી હતી. તેમાંથી પહેલાં એક મિત્રની ઑટો આવી હતી જે બાદ મહિલાએ તેની ઑટો કેન્સલ કરી હતી.

વીડિયો બનાવતી વખતે મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ

આનાથી ગુસ્સે થઈને ઑટો ચાલકે (Viral Video) તેમનો પીછો કર્યો હતો. પરિસ્થિતિ સમજાવવા છતાં ઑટો ચાલકે બૂમો પાડવાનું શરૂ કર્યું અને માર માર્યો અને મહિલા સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. મહિલાએ કહ્યું કે ઑટો ડ્રાઈવર આવ્યો અને તેને પૂછ્યું કે શું ઑટો તેના પિતાની છે, આ સિવાય તેણે મહિલા માટે ઘણા અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે પીડિતાએ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો આરોપી ઑટો ડ્રાઈવરે તેને ધમકી આપી અને તેનો મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઑટો ચાલકે મહિલાને થપ્પડ મારી

મહિલાએ કહ્યું કે, જ્યારે તેણે વિરોધ કર્યો તો ઑટો ડ્રાઈવરે તેને બધાની સામે થપ્પડ મારી અને પછી ચપ્પલથી તેના પર હુમલો પણ કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે, આ દરમિયાન આસપાસના લોકો ચુપચાપ ઊભા રહીને શૉ જોઈ રહ્યા હતા. પીડિતાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને તેને ખૂબ ડરામણી ગણાવી હતી. આ સાથે મહિલાએ ઑનલાઈન ટેક્સી સેવા આપતી કંપનીને પણ ટેગ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે.

એડીજી દ્વારા ઑટો ચાલક સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો

કંપની વતી તેમને જવાબ આપતાં કહેવામાં આવ્યું હતું કે, આ ચિંતાજનક છે અને તેઓ આ ઘટનાની તપાસ કરશે, જ્યારે પીડિતા સાથેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શહેરના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ટ્રાફિક અને રોડ સેફ્ટી) આલોક કુમાર મહિલાને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. મહિલાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કર્યો છે.

મહિલાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે કહ્યું કે, “આવું વર્તન અસ્વીકાર્ય છે, તેના જેવા કેટલાક લોકો ઑટો ડ્રાઈવર સમુદાયને ખરાબ નામ આપે છે. આરોપી ડ્રાઇવર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.” આ પછી પોલીસે કાર્યવાહી કરીને આરોપી ઑટો ચાલકની ધરપકડ કરી હતી.

viral videos ola bengaluru news india national news