વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થનાં લગ્નનો ઉત્સવ ચાલશે એક આખું વીક

19 June, 2024 03:49 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ માલ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફ્લાવર-ફ્રેમમાં કપલ-ફોટો શૅર કરીને લખ્યું છે, ‘વેડિંગ વીક શરૂ થયું

સિદ્ધાર્થે ગયા વર્ષે હૅલોવીનમાં આ રીતે જૅસ્મિનને પ્રપોઝ કર્યું હતું.

ભાગેડુ બિઝનેસમૅન વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થનાં ધામધૂમથી લગ્ન થવાનાં છે અને એની જાહેરાત ખુદ સિદ્ધાર્થ માલ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફ્લાવર-ફ્રેમમાં કપલ-ફોટો શૅર કરીને લખ્યું છે, ‘વેડિંગ વીક શરૂ થયું... #wedding#ily’ સિદ્ધાર્થનાં લગ્ન તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને મૉડલ જૅસ્મિન સાથે લંડનમાં થઈ રહ્યાં છે. એક વીકના સેલિબ્રેશનમાં શું હશે એની વિગતો હજી તેણે જાહેર નથી કરી, પરંતુ એ ગ્રૅન્ડ અને હટકે હશે એવો અંદાજ તેણે આપી દીધો છે.

સિદ્ધાર્થે જ્યારે જૅસ્મિનને ગયા વર્ષે પ્રપોઝ કર્યું એ ઘટના પણ એકદમ હટકે હતી. તેણે હૅલોવીન ફેસ્ટિવલ દરમ્યાન પ્રપોઝ કર્યું હતું. એ વખતે સિદ્ધાર્થે હૅલોવીન પમ્પકિન જેવો ડ્રેસ પહેરીને ઘૂંટણિયે પડીને જેસ્મિનને પ્રપોઝ કરેલું. બીજી તસવીરમાં જૅસ્મિનના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ જોવા મળે છે.

vijay mallya national news life masala siddharth mallya london