મેરે રામ... રામ લલ્લાની સામે સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા PM મોદીએ, જુઓ વીડિયો

22 January, 2024 05:39 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. આખા વિશ્વએ રામલલ્લાના દિવ્ય દર્શન કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદનો એક વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીની રામ પ્રત્યેની અથાગ શ્રદ્ધા જોવા મળી રહી છે.

સાષ્ટાંગ દંડવત્ નમન કરતા નરેન્દ્ર મોદીના વીડિયોમાંથી લેવાયલ સ્ક્રીનગ્રૅબ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. આખા વિશ્વએ રામલલ્લાના દિવ્ય દર્શન કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદનો એક વીડિયો સામે આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની રામ પ્રત્યેની અથાગ શ્રદ્ધા જોવા મળી રહી છે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. આખા વિશ્વમાં રામ લલ્લાના દિવ્ય દર્શન લોકોએ કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પીએમ મોદીની રામ પ્રત્યેને અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ક્ષણો પણ કેદ થઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા બાદ કેટલીક ક્ષણો માટે એકીટસે ભગવાન રામની બાળસ્વરૂપ મૂર્તિને નિહાળતા જોવા મળ્યા. ત્યાર બાદ તે સાષ્ટાંગ દંડવત્ નમન કરી ભગવાન સામે વારંવાર નમન કરતા જોવા મળે છે.

વડાપ્રધાનના રામલલ્લાને સાષ્ટાંગ દંડવત્ નમન કરવાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો વડાપ્રધાનના ભક્તિભાવના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ શાસ્ત્રસમંત વિધિ-વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરાવી છે. પીએમ મોદી ગોલ્ડન કુર્તા, ક્રીમ ધોતી અને ઉત્તરીય પહેરવેશ હેઠળ વડાપ્રધાને લાલ કપડા પર મૂકેલા ચાંદીના એક છત્રને પકડીને મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા. આ અવસરે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થવા પર કહ્યું કે અયોધ્યા ધામમાં શ્રી રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ દરેકને ભાવ-વિભોર કરનારી છે. અયોધ્યામાં શ્રી રામ લલ્લાના નવીન વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠામાં સામેલ થવા પહોંચેલા મોદીએ એક્સ પર લખ્યું કે આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારું પરમ સૌભાગ્ય છે. જય સિયારામ! નરેન્દ્ર મોદીએ અહીં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા પર આ ટિપ્પણીઓ કરી.

ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર દેશભરમાં અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandir)માં રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાનો રંગ દેખાઈ રહ્યો છે. આજે ભગવાન રામ મંદિરમાં બિરાજવાના છે. લગભગ 500 વર્ષથી જે રાહ જોવાઈ રહી હતી તે રાહનો હવે અંત આવશે. આજે માત્ર 84 સેકન્ડનું શુભ મુહૂર્ત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરશે.

અયોધ્યામાં આજે સાંજે અનેક દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ઝળહળ થશે અયોધ્યા નગરી

પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે પૂર્ણ થયા બાદ `રામ જ્યોતિ` પ્રગટાવીને દિવાળીની જેમ જ ઉજવણી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે અયોધ્યામાં 10 લાખ દીવાઓ કરવામાં આવનાર છે. આ સાથે ઘરો, દુકાનો, સંસ્થાનો અને પૌરાણિક સ્થળો પર `રામ જ્યોતિ` પ્રગટાવવામાં આવશે. 

Ayodhya Ram Mandir: સરયૂ નદીના કિનારે માટીમાંથી બનાવેલા દીવાઓથી અયોધ્યાને પ્રકાશિત કરવામાં આવશે. રામલલા, કનક ભવન, હનુમાનગઢી, ગુપ્તરઘાટ, સરયુ બીચ, લતા મંગેશકર ચોક, મણિરામ દાસ છાવણી સહિત 100 મંદિરો, મુખ્ય આંતરછેદો અને જાહેર સ્થળો પર દીવા પ્રગટાવવામાં આવશે, જેથી આખી અયોધ્યા નગરી દીપી ઉઠશે.

ayodhya ram mandir narendra modi national news social media social networking site