Video: ઍરફોર્સનો ટ્રેની વિમાન તેલંગણમાં દુર્ઘટનાગ્રસ્ત, 2 પાયલટના મોત

04 December, 2023 12:53 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Air Force trainer plane crashes: IAFનું પિલાટસ ટ્રેનલ પ્લેન તેલંગણના ડુંડીગલમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. માહિતી પ્રમાણે આ ઘટનામાં બે પાયલટના મોતના સમાચાર છે. અકસ્માતના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે.

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબમાં પ્લેનક્રેશનું દ્રશ્ય

Air Force trainer plane crashes: IAFનું પિલાટસ ટ્રેનલ પ્લેન તેલંગણના ડુંડીગલમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. માહિતી પ્રમાણે આ ઘટનામાં બે પાયલટના મોતના સમાચાર છે. અકસ્માતના દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો, વાયુસેનાએ આ મામલે કૉર્ટ ઑફ ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે.

Air Force trainer plane crashes: સોમવારે સવારે ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી કે હૈદરાબાદમાં દર્દનાક અકસ્માત થયો છે. તેલંગણના ડુંડીગલમાં પિલાટસ પ્રશિક્ષણ દરમિયાન એક ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો. વિમાનમાં પ્રેક્ટિસ કરનાર બન્ને પાઈલટના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુઃખ
Air Force trainer plane crashes: આ અકસ્માત પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "હૈદરાબાદ પાસે થયેલા આ અકસ્માતથી ખૂબ  જ દુઃખી છું, આ ખૂબ જ દુઃખદ છે કે બે પાયલટના જીવ ગયા છે. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે."

ઍરફૉર્સનું નિવેદન
એએનઆઈએ આઈએએફના હવાલે જણાવ્યું કે હૈદરાબાદથી નિયમિત પ્રશિક્ષણ ઉડ્ડાણ  દરમિયાન આજે સવારે એક પિલાટસ પીસી 7 એમકે 2 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો. ભારતીય વાયુસેના પુષ્ટિ કરે છે કે વિમાનમાં રહેલા બન્ને પાયલટે ગંભીરત ઈજા થઈ. વિમાનમાં રહેલા બન્ને પાયલટનું મૃત્યુ થયું છે. દુર્ઘટનાના કારણની તપાસ કરવા માટે કૉર્ટ ઑફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે તેલંગણની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ભલે જીત મળી નથી, પરંતુ આ રાજ્યમાંથી પણ બીજેપી માટે હરખાવા માટેનું એક કારણ છે. બીજેપીના કટિપલ્લી વેંકટા રમન્ના રેડ્ડીએ આ કારણ આપ્યું છે. તેમણે તેલંગણના વિદાય પામેલા અને ભાવિ એમ બન્ને મુખ્ય પ્રધાનને પરાજય આપ્યો છે.

કટિપલ્લી કેવીઆર નામથી પૉપ્યુલર છે. તેમણે આ રાજ્યમાં પ્રતિષ્ઠિત કામારેડ્ડી સીટ પરથી જીત મેળવી છે. આ વિધાનસભાની બેઠક પરથી વિદાય પામેલા મુખ્ય પ્રધાન અને બીઆરએસ પાર્ટીના અધ્યક્ષ કે. ચન્દ્રશેખર રાવ તેમ જ પ્રદેશ કૉન્ગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ ચૂંટણી લડી હતી.

કૉન્ગ્રેસ કે. ચન્દ્રશેખર રાવની ખુરશી છીનવીને આગામી સરકારની રચના કરશે અને રેવંત રેડ્ડી જ આગામી મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. તેલંગણમાં કૉન્ગ્રેસના કૅમ્પેનનું સુકાન રેવંતા રેડ્ડીના હાથમાં જ હતું. ભલે રેવંતા રેડ્ડી આ બેઠક પર ચૂંટણી હારી ગયા હોય, પરંતુ તેઓ હજી સીએમ બનશે.

 

બીઆરએસ અને કૉન્ગ્રેસ બન્નેની પ્રતિષ્ઠા માટે આ આંચકાસમાન છે. કે ચન્દ્રશેખર રાવ અને રેવંત રેડ્ડી બન્નેએ બે સીટ્સ પરથી ચૂંટણી લડી હતી. કેસીઆરે ગજવેલ સીટ પરથી જ્યારે રેડ્ડીએ કોદનગલ સીટ પરથી જીત મેળવી છે. આ જીત બાદ બીજેપીના લીડરે કહ્યું હતું કે ‘મેં આ બન્નેને નૉર્મલ ઉમેદવાર તરીકે જ લીધા હતા. લોકોએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે અને આ જ કારણસર હું જીત્યો છું. હું કામારેડ્ડીથી એમએલએ બન્યો છું.’

ચૂંટણીનાં પરિણામોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે, પણ હવે અમે લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરીશું. તેલંગણમાં ઘણો સારો પ્રતિસાદ મળતાં ત્યાંની જનતાનો આભાર માનું છું તેમ જ જેમણે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉન્ગ્રેસને મત આપ્યો તેમનો પણ આભાર માનું છું.  : મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસ અધ્યક્ષ

indian air force rajnath singh telangana national news