Ghazipur: ગેન્ગસ્ટર એક્ટમાં મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, 5 લાખનો દંડ

15 December, 2022 05:23 PM IST  |  Ghazipur | Gujarati Mid-day Online Correspondent

ગેન્ગસ્ટર મુખ્તાર અંસારી (Mukhtar Ansari) અને ભામ સિંહ (Bham Singh) ગેન્ગસ્ટર મામલે (Gangster Case) દોષી સાબિત થયા છે. ગાઝીપુરના (Ghazipur) એમપી(MP), એમએલએ કૉર્ટે (MLA Court)બન્નેને દસ વર્ષની (10 years) સજા સંભળાવી છે.

પ્રતીકાત્મક તસવીર

ગેન્ગસ્ટર મુખ્તાર અંસારી (Mukhtar Ansari) અને ભામ સિંહ (Bham Singh) ગેન્ગસ્ટર મામલે (Gangster Case) દોષી સાબિત થયા છે. ગાઝીપુરના (Ghazipur) એમપી(MP), એમએલએ કૉર્ટે (MLA Court)બન્નેને દસ વર્ષની (10 years) સજા સંભળાવી છે. આની સાથે જ મુખ્તાર અંસારી (Mukhtar Ansari) પર પાંચ લાખનો દંડ (Fine of Five Lakh) પણ ફટકાર્યો છે.

શું છે મામલો?
જણાવવાનું કે અપર સત્ર ન્યાયાધીશ/એમપી/એમએલએ કૉર્ટ દુર્ગેશના કૉર્ટમાં 21 વર્ષ જૂના બહુચર્ચિત મુહમ્મદાબાદ કોતવાલીના ઉસરી ચટ્ટી હત્યાકાંડમાં પ્રોસિક્યૂશન તરફથી મંગળવારે સાક્ષ્ય ઈઝરાઈલ અંસારીનું નિવેદન નોંધ્યું છે. 20 ડિસેમ્બરના બીજી તારીખ નક્કી કરવામાં આવી. સાથે જ મુખ્તાર અંસારીના નિવેદન માટે કૉર્ટે પોલીસ અધિકારીને આદેશ આપ્યો કે આ કેસ મુખ્તાર અંસારીને વ્યક્તિગત રીતે 20 ડિસેમ્બરના રોજ ન્યાયાલયમાં હાજર કરવા.

આદેશની એક કૉપી જિલ્લા કારાગાર બાંદાને મોકલવાનો આદેશ આપ્યો. સાથે જ જણાવ્યું કે નક્કી કરાયેલ તારીખ પર કોઈપણ પ્રકારના બહાના સ્વીકારાશે નહીં. જણાવવાનું કે 15 જુલાઈ 2001ના મુખ્તાર અંસારી પોતાના નિર્વાચન ક્ષેત્ર મઉ જઈ રહ્યા હતા. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ઉસરી ચટ્ટી પર તેમના કાફલા પર પહેલાથી તૈયાર હુમલાખોરોએ સ્વયંચાલિત હથિયારોથી ફાયરિંગ શરૂ કરી.

આ પણ વાંચો : ગોધરા કાંડના દોષીને SCમાંથી મળ્યા જામીન, બળતી ટ્રેનમાંથી ઉતરતા લોકોને અટકાવ્યા

આમાં મુખ્તાર અંસારીના સરકારી ગનર રામચંદર ઉર્ફે પ્રદીપનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું, તો રુસ્તમ ઉર્ફે બાબૂ ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું. હુમલાખોરોમાંથી એક માર્યો ગયો. મુખ્તાર અંસારી સાથે ચાલનારા લોકોને પણ ઈજા આવી હતી. આ મામલે મુખ્તાર અંસારીએ બ્રિજેશ સિંહ અને ત્રિભુવન સિંહનું નામ આપતા 15 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. વિવેચના બાદ પોલીસે ચાર જણ વિરુદ્ધ આરોપનામા દાખલ કર્યા, જેમાંથી બે આરોપીઓના મોત થયા હતા.

national news Crime News crime branch