આ ફાઇવસ્ટાર હોટેલ નહીં આગરાનું પોલીસ-સ્ટેશન છે

19 October, 2024 01:59 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

એમાં ગેસ્ટરૂમ, મીટિંગરૂમ, ડાઇનિંગરૂમ અને સેલ્ફી પૉઇન્ટ પણ છે

પોલીસ સ્ટેશન

પોલીસ-સ્ટેશનનું નામ પડતાં જ સામાન્ય લોકોના કપાળે સળ પડી જાય, પણ આગરામાં કેટલાંક પોલીસ-સ્ટેશનોની કાયાપલટ કરીને ફાઇવસ્ટાર હોટેલ જેવાં બનાવી દેવાયાં છે. અંદર એક આંટો મારી આવવાનું મન થાય એવાં પોલીસ-સ્ટેશન બન્યાં છે. આગરાની કમિશનર-કચેરી, હરિપર્વત, લોહા મંડી, કમલાનગર, ન્યુ આગરા, સિકંદરા અને જગદીશપુરા પોલીસ-સ્ટેશનનું કલેવર બદલી નખાયું છે. અહીં પોલીસ-કર્મચારીઓ માટે જુદી-જુદી ચેમ્બર બનાવાઈ છે. આકર્ષક ગેસ્ટરૂમ છે. કૅફેટેરિયા જેવી મીટિંગરૂમ અને ડાઇનિંગરૂમ પણ છે. એ સિવાય મહિલા હેલ્પ ડેસ્ક અને ફરિયાદીઓને અનુકૂળતા રહે એવી રૂમ બનાવાઈ છે. એમાં સોફા પણ મૂક્યા છે અને ઝૂમર ટાંગ્યાં છે. એ ઉપરાંત એક સેલ્ફી પૉઇન્ટ પણ છે.

national news india agra offbeat news