29 July, 2024 06:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
હાવડાથી રાંચી જતી વંદે ભારત ટ્રેનનો એક વીડિયો (Vande Bharat Viral Video) સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વંદે ભારત ટ્રેનના એક કોચમાં વેઈટરે ભૂલથી એક વૃદ્ધ મુસાફરને નોનવેજ ફૂડ પીરસ્યું હતું. જ્યારે આ વાતની મુસાફરને જાણ થઈ તો તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને તેણે ટ્રેનમાં વેઈટરને બે વાર થપ્પડ મારી દીધી. આ પછી કોચમાં હાજર પેસેન્જરો વેઈટર માટે ઉભા થઈ ગયા અને વૃદ્ધાને તેમણે કરેલા વર્તન માટે માફી માંગવા માટે કહેવા લાગ્યા. આ અંગે મામલો ગરમતા ત્રણમાં રહેલા બીજા એક યાત્રીએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કૅમેરામાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો અને હવે આ વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
વંદે ભારત ટ્રેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુઝર @itsmekunal07 દ્વારા 27 જુલાઈએ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરીને તેણે દાવો કર્યો હતો કે “વંદે ભારતમાં (Vande Bharat Viral Video) ભૂલથી એક વૃદ્ધ પેસેન્જરને નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું. તે બાદ આ પ્રવાસીએ જમવાનું જોયું નહીં અને આ ફૂડ ખાવાનું શરૂ કર્યું. શાકાહારી હોવાને કારણે, તેને સમજાયું કે તેનો સ્વાદ માંસાહારી ખોરાક જેવો છે. આવી સ્થિતિ નિર્માણ થતાં તે ગુસ્સે થઈ ગયો અને વેઈટરને બે વાર થપ્પડ મારી દીધા. આ ઘટના 26 જુલાઈના રોજ હાવડાથી રાંચી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં બની હતી.
આ બંને વીડિયો 29 જુલાઈના રોજ @gharkekalesh હેન્ડલ દ્વારા પણ માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર (Vande Bharat Viral Video) પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે “વંદે ભારતમાં પેસેન્જર અને વેઈટર વચ્ચે ઝઘડો થયો. વાસ્તવમાં વેઈટરે પેસેન્જરને ભૂલથી માંસાહારી ભોજન પીરસ્યું હતું. આ પોસ્ટને અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી ચૂકી છે. તેમજ ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક વ્યક્તિએ લખ્યું “વેઇટરને મારવું નહોતું જોઈતું. બીજાએ લખ્યું “આ એક મોટી ભૂલ છે... આવી ભૂલો ન થવી જોઈએ. જો કે, ઘણા યુઝર્સે કહ્યું કે મારવાની કોઈ જરૂર નથી અને તેને શાંતિથી સમજાવી શકાયું હોત.”
ઉલ્લેખનીય છે એક આ પહેલા પણ અનેક વખત વંદે ભારતમાં આપવામાં આવતું ફૂડ અને સેવા બાબતે ફરિયાદો કરી છે. થોડા સમય પહેલા એક ઇન્ફલુએન્સરે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ (Vande Bharat Viral Video) દરમિયાન આપવામાં આવતી સેવા અને ફૂડનું રિવ્યુ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. આ રિવ્યુએ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચા જગાવી હતી અને લોકોએ પણ તેમના રિવ્યુ શૅર કર્યા હતા.