ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુની ભારતમાં તપાસ શરૂ

30 December, 2022 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કફ-સિરપના કારણે આ ૧૮ બાળકોનાં મોત થયાં હોવાનો આરોપ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દવાઓનું નિયમન કરતી એજન્સી સીડીએસસીઓ (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન)એ ઉઝબેકિસ્તાનમાં ૧૮ બાળકોનાં મૃત્યુના સંબંધમાં તપાસ શરૂ કરી છે. એક ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કફ-સિરપના કારણે આ ૧૮ બાળકોનાં મોત થયાં હોવાનો આરોપ છે. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ભારતીય ફાર્મા કંપનીના ઇન્સ્પેક્શનના આધારે વધુ પગલાં લેવામાં આવશે. સીડીએસસીઓ સતત ઉઝબેકિસ્તાનના અધિકારીઓના સંપર્કમાં છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે કફ-સિર​પ ડૉક-1-મેક્સના કારણે ૧૮ બાળકોનાં મોત થયાં હતાં. માંડવિયાએ કહ્યું હતું કે આ માહિતી મળ્યા બાદ તરત જ કંપની મૅરિયોન બાયોટેકની નોએડાના યુનિટનું ઉત્તર પ્રદેશ ડ્રગ કન્ટ્રોલ અને સીડીએસસીઓની ટીમ દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ કંપનીએ હાલ પૂરતું આ કફ-સિરપનું ઉત્પાદન બંધ કર્યું છે.

national news uzbekistan india