ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડ મંજૂર

08 February, 2024 09:21 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

ધામીએ કહ્યું હતું કે ‘સમાન નાગરિક સંહિતા ફક્ત ઉત્તરાખંડ જ નહીં, પણ સમગ્ર ભારત માટે એક સીમાચિહ્‍‍નરૂપ સાબિત થશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી

દેહરાદૂન : ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) બિલને બહુમતીથી મંજૂર કરી લેવાયું હતું. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ યુસીસી બિલને રજૂ કર્યું હતું અને બાદમાં એના પર ચર્ચા શરૂ થઈ હતી. યુસીસી બિલ પર બે દિવસ ચર્ચા થયા બાદ આજે એને પાસ કરી દેવામાં આવ્યું છે. ધામીએ કહ્યું હતું કે ‘સમાન નાગરિક સંહિતા ફક્ત ઉત્તરાખંડ જ નહીં, પણ સમગ્ર ભારત માટે એક સીમાચિહ્‍‍નરૂપ સાબિત થશે. દેવભૂમિથી નીકળતી ગંગાના પાણીનો ઉપયોગ ક્યાંક સિંચાઈ માટે તો ક્યાંક પીવા માટે થાય છે. સમાન અધિકારોની ગંગા તમામ નાગરિકોના અધિકારની રક્ષા કરશે અને એની ખાતરી કરવા માટે કામ કરશે.’

national news uniform civil code pushkar singh dhami uttarakhand