03 August, 2024 12:55 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યુટ્યુબર વિડિયો બનાવવા રેલવે-ટ્રૅક પર પથ્થર, ગૅસ-સિલિન્ડર અને મરઘી બાંધી દે છે
લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સ મેળવવાની ઘેલછામાં લોકો કેટલીક વાર મૂર્ખામી કરતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના એક યુટ્યુબરે કેટલાય લોકોનો જીવ જોખમમાં મૂકવાનું કામ કર્યું હતું. ગુલઝાર શેખ નામનો યુટ્યુબર વિડિયો બનાવવા માટે રેલવે-ટ્રૅક પર ક્યારેક પથ્થર મૂકતો તો ક્યારેક ગૅસ-સિલિન્ડર બાંધતો. વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેન પસાર થતી હોય એવા ટ્રૅક પર તે આવા વિડિયો બનાવતો હતો. હમણાં જ એક વિડિયો એક યુઝરે ‘ઍક્સ’ પર મૂક્યો છે, એમાં ગુલઝાર શેખ રેલવે-ટ્રૅક પર પથ્થર અને સાબુ મૂકતો દેખાય છે. એટલું જ નહીં, આ માણસે ટ્રૅક પર સાઇકલ મૂકી હતી. જીવતી મરઘીને પણ ટ્રૅક પર બાંધી દીધી હતી. હવે, આને કોણ સમજાવશે કે આવી રીતે પ્રસિદ્ધિ ન મળે, ગાળો જ મળે.