30 December, 2022 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગૌતમ બુદ્ધ નગરના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ, જેઠ અને નણદોઈ વિરુદ્ધ ગેંગરેપ કરવાનો કેસ દાખલ કર્યો છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. દનકૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર સંજય સિંહે જણાવ્યું કે અટ્ટા ફતેહપુર ગામમાં એક વર્ષ પહેલા પરિણીત એક મહિલાએ રિપોર્ટ નોંધાવ્યો છે કે તેના સાસરિયાઓ લગ્નના સમયથી જ વધારાના દહેજની માંગ કરી રહ્યા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે દહેજની માંગ પૂરી ન થતાં તેના પતિ ઇસ્લામે એક મહિના પહેલા તેના ગળામાં દુપટ્ટો બાંધીને તેને લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દનકૌર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સંજય સિંહના જણાવ્યા અનુસાર પીડિતાએ કહ્યું કે તે સમયે તે કોઈક રીતે ઘરમાંથી ભાગવામાં સફળ થઈ હતી, પરંતુ બીજા દિવસે તેના પતિ, નંદોઈ અને જેઠે તેની સાથે ગેંગરેપ કર્યો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સંજય સિંહે જણાવ્યું કે પોલીસે ઘટનાની રિપોર્ટ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: હોટલમાં રાત વિતાવવાની ના પાડી એટલે ગર્લફ્રેન્ડની કરી હત્યા, ગાઝિયાબાદમાં ચોંકાવનારો કિસ્સો
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, આ મામલો ગૌતમ બુદ્ધ નગરના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં એક વર્ષ પહેલા અટ્ટા ફતેહપુર ગામમાં મહિલાના લગ્ન થયા હતા. મહિલાનો આરોપ છે કે લગ્નના સમયથી જ તેના સાસરિયાઓ દહેજની માંગ કરી રહ્યા હતા. દહેજની માંગણી ન સંતોષાતા તેના પતિએ તેની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પછી, પીડિતા કોઈક રીતે ત્યાંથી ભાગી ગઈ અને બીજા જ દિવસે તેના પતિએ તેને શોધી કાઢ્યો અને તેના સાળા અને ભાઈએ સાથે મળીને મહિલા પર બળાત્કાર કર્યો. મહિલાએ આ અંગે દનકૌર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.