સાસુને વહુ પર આવ્યો પ્રેમ, જબરજસ્તી બાંધ્યા સમલૈંગિક સંબંધ, કેસ સાંભળી પોલીસ દંગ

26 June, 2024 01:25 PM IST  |  Agra | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરપ્રદેશમાં આગ્રાની એક મહિલાએ પોતાની સાસુ પર ગંભીર આરોપ મૂક્યા છે. મહિલાનું કહેવું છે કે તેની સાસુ તેની સાથે સંબંધ બાંધવવાને લઈને જોર-જબરજસ્તી કરી રહી છે. મહિલાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરીને ઘટનાની તપાસ શરૂ કરીી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

Uttar Pradesh Crime: સાસુ અને વહુ વચ્ચેના ખરાબ સંબંધો વિશે આપણે બધાએ ઘણા અહેવાલો સાંભળ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાસુ અને વહુ વચ્ચેનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આગ્રામાં એક સાસુને તેની વહુ સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તેણે તેની જ વહુ સાથે સમલૈંગિક સંબંધો બાંધવાનું દબાણ શરૂ કરી દીધું. પુત્રવધૂનો સતત વિરોધ પણ સાસુને રોકવા માટે પૂરતો નહોતો. જ્યારે પુત્રવધૂએ ખૂબ વિરોધ કર્યો તો તેણે પીડિતાના પતિને તેની વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. આ બધાથી પરેશાન મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે.

ઉત્તરપ્રદેશમાં આગ્રાની એક મહિલાએ પોતાની સાસુ પર ગંભીર આરોપ મૂક્યા છે. મહિલાનું કહેવું છે કે તેની સાસુ તેની સાથે સંબંધ બાંધવવાને લઈને જોર-જબરજસ્તી કરી રહી છે. મહિલાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કરીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પીડિત  મહિલાએ કહ્યું કે તેને એક મહિના સુધી રૂમમાં બંધ રાખવામાં આવી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh Crime) આગ્રામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં સાસુને વહુ જોડે પ્રેમ થઈ ગયો. આરોપ છે કે સાસુએ વહુ સાથે સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરી અને એક મહિના સુધી રૂમમાં પૂરી રાખી. આની સાથે જ આ મામલે ફરિયાદ મળ્યા બાદ જગદીશપુર થાણાંમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વહુએ આ ઘટના વિશે પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2022માં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં થયા હતા.  લગ્ન બાદ તેને હેરાન કરવામાં આવી અને જુદી જુદી રીતે તેને પ્રતાડિત કરવામાં આવી. મહિલાનો આરોપ છે કે તેની સાસુએ શારીરિક સંબંધ બાંધવા માટે તેના પર અનેક પ્રકારે દબાણ કર્યું. સંબંધ બાંધવા પર બ્લેડથી હુમલો કર્યો, જેનાથી તેના હાથમાં કાપાં પડ્યા.

મહિલાએ પોતાની નણંદ પર પણ આરોપ મૂક્યા છે, જેમાં તેણે કહ્યું કે નણંદે તેના બધા કપડાં ઝૂંટવી લીધા, જેના લગભગ એક મહિના સુધી તેને એક જ ડ્રેસમાં રહેવું પડ્યું. આ દરમિયાન તેને ઘરના એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. મહિલાનો આરોપ છે તે તેની પાસેથી દહેજની માગ કરવામાં આવતી હતી અને તેને પ્રતાડિત કરવામાં આવી હતી.

ફરિયાદમાં મહિલાએ આગળ કહ્યું કે વર્ષ 2023માં તેને એક દીકરો થયો. દીકરાને પતિએ પોતાનો ન માન્યો અને તેની સાથે મારપીટ કરી. મારપીટ બાદ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. તે જ વખતે પાડોશીઓની દરમિયાનગિરી બાદ તેને ફરી ઘરમાં રાખવામાં આવી. મહિલાના પિતા વર્ષ 2023માં મળવા આવ્યા ત્યારે તે પિતા સાથે પિયરમાં આવીને રહેવા માંડી.

મહિલાએ કહ્યું કે થોડા સમય પછી તેના સાસરિયાઓએ મને અને મારા પિતાને સમાધાન માટે બોલાવ્યા. આ અંગે તે તેના પિતા સાથે સમજૂતી કરવા સાસરે ગઈ હતી. તેના સાસરિયાના ઘરે વાતચીત દરમિયાન તેને ધક્કા-મુક્કી કરવામાં આવતા તે પાછી આવી હતી. આ ઘટના 7 જૂનની છે. હવે આ મામલે જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

sexual crime Crime News uttar pradesh agra national news