08 June, 2023 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ ભારતમાં યુએસ મિશને ગઈ કાલે દેશભરમાં એના સાતમા ઍન્યુઅલ સ્ટુડન્ટ વિઝા-ડેનું આયોજન કર્યું હતું. એ દરમ્યાન નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા અને મુંબઈમાં રહેલા કૉન્સ્યુલર ઑફિસર્સે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરનારા ૩૫૦૦ ઇન્ડિયન્સનો ઇન્ટરવ્યુ કર્યો હતો. ઍમ્બૅસૅડર એરિક ગાર્સેટી અને સમગ્ર ભારતમાં કૉન્સ્યુલ્સ જનરલે વિઝા મેળવનારી વ્યક્તિઓને અભિનંદન આપ્યાં હતાં.
ઍમ્બૅસૅડર ગાર્સેટીએ કહ્યું હતું કે ‘હું એક યંગ સ્ટુડન્ટ તરીકે પહેલી વખત ઇન્ડિયામાં આવ્યો હતો અને મેં મારી પોતાની લાઇફમાં જોયું છે કે આ અનુભવો કેટલા પરિવર્તન લાવનારા હોય શકે છે. અમેરિકા અને ભારતના સંબંધોના કેન્દ્રમાં સ્ટુડન્ટ એક્સચેન્જ છે. અમેરિકા સ્ટુડન્ટ્સને વર્લ્ડ-ક્લાસ એજ્યુકેશન પૂરું પાડે છે.’
આ વર્ષે બે લાખ કરતાં પણ વધુ ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકાની ઍકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સમાં સ્ટડી કરી રહ્યા છે. અમેરિકામાં વીસ ટકાથી વધુ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ ભારતીય છે.’
ભારતમાં કૉન્સ્યુલર બાબતોના કાર્યકારી પ્રધાન સલાહકાર બ્રેન્ડન મુલ્લરકીએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે રેકૉર્ડ ૧,૨૫,૦૦૦ ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. આ વર્ષે અમે પહેલાં કરતાં પણ વધુ સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ કરીશું.’