22 January, 2023 08:38 PM IST | Ghaziabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુપી(Uttar Pradesh)ના ગાઝિયાબાદ (Ghaziabad)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પતિએ પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી નાખી. આ મામલો ગાઝિયાબાદના ખોડા વિસ્તારનો છે, જ્યાં એક રિક્ષાચાલકની તેની પત્નીના પ્રેમીની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે આ અંગે માહિતી આપી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દીક્ષા શર્માએ રવિવારે જણાવ્યું કે શનિવારે ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંડોન નહેરના કિનારે રસ્તા પર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ રાજસ્થાનના કોટપુતલી નગરના રહેવાસી અક્ષય (24) તરીકે થઈ છે. આ કેસમાં મિહલાલ (34) નામના રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.
અક્ષયની હત્યા કર્યા બાદ તેના શરીરના 10થી વધુ ટુકડા કરી દેવામાં આવ્યા હતા
તેણે જણાવ્યું કે પોલીસને આપેલા નિવેદનમાં મિહલાલે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે તેની પત્નીના અક્ષય સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ કારણોસર તેણે અક્ષયની હત્યા કરી તેના મૃતદેહના 10થી વધુ ટુકડા કરી ત્રણ બેગમાં ભરીને ઝાડીઓમાં ફેંકી દીધા હતા.
આ પણ વાંચો: નોકરી ન મળતા ડિપ્રેસ્ડ એરહોસ્ટેસે ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
દીક્ષાના જણાવ્યા અનુસાર, મિહલાલની મોટી પુત્રી થોડા દિવસો પહેલા દાઝી ગઈ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પૂનમ તેની સંભાળ રાખવામાં વ્યસ્ત છે જ્યારે તેના ઘરે વધુ બે પુત્રીઓ છે. મિહલાલે 19 જાન્યુઆરીએ અક્ષયને તેની પત્નીએ બાળકોની સંભાળ રાખવાના બહાને બોલાવ્યા બાદ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે પોલીસે અક્ષયના મૃતદેહના અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.