27 September, 2024 06:52 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
ઉત્તર પ્રદેશના હાથરસમાં (UP Crime News) તંત્ર-મંત્રનો એક ગભરાવી દેય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 7 વર્ષના બાળકની હત્યાએ લોકોને ચોંકાવી દીધા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બલી આપવામાં આવવાની હતી, પરંતુ તે દરમિયાન આરોપીઓએ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. હત્યાનો આ મામલો તંત્ર-મંત્ર સાથે સંબંધિત છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાથરસના અધિક પોલીસ અધિક્ષક અશોક કુમારે જણાવ્યું કે, હાથરસના સાહપાઉ પોલીસ સ્ટેશને બાળકની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીના પિતા ક્રિષ્ના કુશવાહાએ નોંધાવેલી ફરિયાદ (UP Crime News) મુજબ, સોમવારે તેમને શાળા પ્રશાસને ફોન કરીને જાણ કરી હતી કે તેમનો પુત્ર બીમાર પડ્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારે કુશવાહ સ્કૂલ પહોંચ્યા તો અધિકારીઓએ તેમને કહ્યું કે સ્કૂલ ડાયરેક્ટર તેમના પુત્રને તેમની કારમાં હૉસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં તેમને બઘેલની કારમાંથી તેના પુત્રનો મૃતદેહ મેળવ્યો હતો. હાથરસ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શાળાની બહાર ટ્યુબવેલ પર બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે બાળક શાળાના રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાળક જાગી ગયો હતો. આથી ડરના કારણે ત્રણેય આરોપીઓએ બાળકનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલના ડાયરેક્ટરના પિતા તંત્ર-મંત્ર કરતા હતા.
આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, છઠ્ઠી સપ્ટેમ્બરે (UP Crime News) તેઓએ રાજ નામના નવ વર્ષના બાળકની બલી આપવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ ગઈ હતી. રાજનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકે અવાજ કર્યો. રાજની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, જેમાં તેનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન, શાળાની પાછળ સ્થાપિત નળના કૂવામાંથી પૂજા સામગ્રી મળી આવી હતી, જે પુષ્ટિ કરે છે કે તંત્ર-મંત્ર કરવામાં આવી રહ્યો છે.
પોલીસની માહિતી મુજબ આ હત્યાનો હેતુ બલી આપવાનો (UP Crime News) હતો, આરોપીઓને લાગ્યું કે બલીથી શાળામાં સમૃદ્ધિ આવશે. શાળા સંચાલકોએ કેટલીક લોન પણ લીધી હતી, જેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત હતા. આવી સ્થિતિમાં જ્યારે છઠ્ઠી સપ્ટેમ્બરે બાળકની બલી આપવાની યોજના નિષ્ફળ ગઈ ત્યારે 22 સપ્ટેમ્બરે આરોપીઓએ બીજા ધોરણના વિદ્યાર્થીની બલી આપવાની યોજના બનાવવામાં આવી હતી. આ આરોપીઓની ધરપકડ બાદ તેમની સાથે હજી કેટલા લોકો આ ગુનામાં સામેલ છે તેને લઈને પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.