UP Accident: ગંગા સ્નાને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો કાળ, બાળકો સહિત 15નાં મોત

24 February, 2024 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સવારે લગભગ 10 વાગ્યાના સુમારે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને પટિયાલી-દરિયાવગંજ રોડ પર તળાવમાં ખાબકી હતી. તળાવમાં ગયા બાદ ટ્રેક્ટર ટ્રોલી પલટી (UP Accident)ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

UP Accident: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. સવારે લગભગ 10 વાગ્યાના સુમારે શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને પટિયાલી-દરિયાવગંજ રોડ પર તળાવમાં ખાબકી હતી. તળાવમાં ગયા બાદ ટ્રેક્ટર ટ્રોલી પલટી (UP Accident)ગઈ હતી. જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ દટાયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોત થયા છે.

મૃતકોમાં આઠ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત ભક્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને કેટલાકને રેફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધી અરાજકતાનો માહોલ છે. ડીએમ, એસપી અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરિવારોમાં ખળભળાટ મચી ગયો છે.

મૃતકોમાં એક પરિવારના અનેક લોકો સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સીએમઓ ડો. રાજીવ અગ્રવાલે જણાવ્યું કે પટિયાલીના સીએચસીમાં સાત બાળકો અને આઠ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવેલા અન્ય ઘાયલોની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થિતિ વધુ ગંભીર છે.

આજે માઘ પૂર્ણિમાના અવસરે કાસગંજ જિલ્લાના કાદરગંજ ગંગા ઘાટ પર તમામ લોકો સ્નાન કરવા જઈ રહ્યા હતા, તમામ શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાસા ગામના છે, જેમાં 7 મહિલાઓ અને 8 બાળકો છે. મૃત્યુ પામ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

સીએમ યોગીએ કાસગંજમાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે અને દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય મફત સારવાર આપવાના નિર્દેશ પણ આપ્યા છે.

uttar pradesh road accident national news gujarati mid-day