11 July, 2024 07:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝના પ્રધાન નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઇવરલેસ કારનો વિરોધ કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઇવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા ડ્રાઇવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં. ભારતમાં આશરે ૮૦ લાખ ડ્રાઇવરો છે અને ડ્રાઇવરલેસ કાર આવે તો તેઓ બેકાર થવાની શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઇવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલૉન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે. ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં ટેસ્લાનું સ્વાગત છે, પણ ભારતમાં ટેસ્લા કારનું વેચાણ કરવા માટે ચીનમાં ઉત્પાદન કરવાની વાત મને મંજૂર નથી, એ અશક્ય છે.