૮૩ મિનિટના બજેટને ૭૧ વાર તાળીઓથી વધાવવામાં આવ્યું

24 July, 2024 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફ-વાઇટ રંગની પર્પલ-ગોલ્ડન બૉર્ડર ધરાવતી મૈસૂર સિલ્ક સાડી પહેરીને તેઓ બજેટ રજૂ કરવા સંસદભવનમાં પહોંચ્યાં હતાં

આ છે નિર્મલા સીતારમણનાં ૭ બજેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે સતત સાતમી વાર સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. લાલ રંગના બહી ખાતા જેવા પાઉચમાં ટૅબ્લેટ પર્સનલ કમ્પ્યુટરમાંથી તેમણે બજેટ રજૂ કરીને આધુનિકતા અને પરંપરાગત મૂલ્યોનું મિશ્રણ કર્યું હતું.

ઑફ-વાઇટ રંગની પર્પલ-ગોલ્ડન બૉર્ડર ધરાવતી મૈસૂર સિલ્ક સાડી પહેરીને તેઓ બજેટ રજૂ કરવા સંસદભવનમાં પહોંચ્યાં હતાં. ૮૩ મિનિટ લાંબા બજેટ-પ્રવચનમાં આશરે ૭૧ વાર ટ્રેઝરી બેન્ચો દ્વારા તાળીઓના થપાટથી તેમની જાહેરાતોને વધાવી લેવામાં આવી હતી. બીજી તરફ બિહાર અને આંધ્ર પ્રદેશ માટે તેમણે વધારાનું ફન્ડ અને યોજનાઓ જાહેર કર્યાં ત્યારે વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે ‘સરકાર કો બચાને વાલા બજેટ’ અને ‘સરકાર બચાઓ, કુર્સી બચાઓ બજેટ’ એવા નારા લગાવ્યા હતા. આની સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્યોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

નાણાપ્રધાનની દીકરી વાંગ્મયી પરકાલા અને રિલેટિવ વિદ્યા લક્ષ્મીનારાયણન સહિત અન્ય પરિવારજનો પ્રેક્ષક-ગૅલરીમાં ઉપસ્થિત હતાં.

union budget nirmala sitharaman finance ministry