ઘર ભાડે આપવાથી થતી આવકના ખોટા રિપોર્ટિંગ સામે સરકારનું પગલું

24 July, 2024 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબત ધ્યાનમાં આવવાથી સરકારે કલમ ૨૮માં સુધારો કરવાની દરખાસ્ત મૂકી છે

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા ધારાની કલમ ૨૮માં એવી તમામ આવકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઑર પ્રોફેશન શીર્ષક હેઠળ ગણવી જોઈએ. આમ છતાં એવું જોવામાં આવ્યું છે કે કેટલાક કરદાતાઓ ઘર ભાડે આપીને થતી આવકને ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટીના શીર્ષક હેઠળ ગણવાને બદલે પ્રૉફિટ્સ ઍન્ડ ગેઇન્સ ઑફ બિઝનેસ ઑર પ્રોફેશન શીર્ષક હેઠળ ગણે છે. આને કારણે તેમની ચૂકવવાપાત્ર કરવેરાની રકમ ઘટી જાય છે. આ બાબત ધ્યાનમાં આવવાથી સરકારે કલમ ૨૮માં સુધારો કરવાની દરખાસ્ત મૂકી છે, જેને પગલે સ્પષ્ટ કરવામાં આવશે કે ઘર ભાડે આપીને થતી આવકને ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી શીર્ષક હેઠળ જ ગણતરીમાં લેવી.

આ સુધારો ૨૦૨૫ની પહેલી એપ્રિલથી અમલમાં આવશે અને એ મુજબ આકારણી વર્ષ ૨૦૨૫-’૨૬ અને એ પછીનાં આકારણી વર્ષોમાં કરદાતાઓએ યોગ્ય શીર્ષક હેઠળ જ ગણતરી કરવી બંધનકારક બનશે. 

union budget indian government national news