24 July, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એને ખુરસી-બચાવો બજેટ ગણાવ્યું હતું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘આ ખુરસી-બચાવો બજેટ છે. સાથી પક્ષોને ખુશ રાખો, તમામ સાથીઓને ખુશ રાખો, પણ દેશની સામાન્ય જનતાને કોઈ રાહત ન આપો. અગાઉના બજેટ અને કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાંથી આ બજેટને કૉપી ઍન્ડ પોસ્ટ કરાયું છે.’