ભારે વરસાદને લીધે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પાસે દીવાલ ધરાશાયી, બેનાં મોત તો અનેક દટાયા

27 September, 2024 08:52 PM IST  |  Ujjain | Gujarati Mid-day Online Correspondent

Ujjain`s Mahakaleshwar temple wall collapsed: બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાને લીધે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચોમાસાનું ઋતુ પૂર્ણ થવામાં માત્ર એક મહિના કરતાં પણ ઓછો સમય રહી ગયો છે, તેમ છતાં દેશના અનેક રાજ્યોમાં વરસાદે ફરી એક વખત જોર પકડતા ભારે વિનાશ સર્જાઈ રહ્યો છે. દેશભરમાં ફરી એક વખત મુશળધાર વરસાદ શરૂ થતાં જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં (Ujjain`s Mahakaleshwar temple wall collapsed) મોટી હોનારત બની છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર નજીકના ગેટ પાસે એક દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો તેના નીચે દટાઇ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે.

મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરની સામે બડા ગણેશ મંદિર (Ujjain`s Mahakaleshwar temple wall collapsed) પાસે શુક્રવારે સાંજે એક જૂની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી બે લોકોના મોત થયા હતા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. ભારે વરસાદ વચ્ચે આ હોનારત સર્જાઈ હતી, જેના કારણે બચાવમાં પણ મુશ્કેલી પડી હતી. આ મૃતક અને ઘાયલોમાં મોટાભાગના લોકો મહાકાલ મંદિરની સામે દુકાન બનાવી પૂજા સામગ્રીનું વેચાણ કરનાર હતા.

મળેલી માહિતી અનુસાર, મહાકાલ મંદિરના (Ujjain`s Mahakaleshwar temple wall collapsed) ગેટ નંબર ચાર સામે બડા ગણેશ મંદિર પાસે આવેલી મહારાજવાડા સ્કૂલની જૂની દિવાલ ધરાશાયી થતાં આ દુર્ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થયાની માહિતી મળતા જ વહીવટીતંત્ર, પોલીસ અને મંદિર પ્રબંધન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ભારે વરસાદ વચ્ચે ઘાયલોને બચાવીને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાને લીધે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

તમને જણાવી દઈએ કે શ્રી મહાકાલ મંદિર વિસ્તરણ (Ujjain`s Mahakaleshwar temple wall collapsed) યોજના હેઠળ, જૂની મહારાજવાડા શાળાને અહીંથી ખસેડવામાં આવી છે અને ટેનની જગ્યાએ હવે ભક્તોની સુવિધા માટે સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જે દિવાલ પડી તે બડા ગણેશ મંદિર નજીકની એક ગલીમાં છે. પૂજા સામગ્રી વેચનારાઓ અહીં દુકાનો બાંધે છે અને આ પરિસરમાં ભક્તોની પણ સતત ભીડ રહે છે. આ ઘટના બાદ હજી પણ રેસક્યું મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘટનામાં બે લોકોના મોત, 10 લોકો જખમી તેમ જ હજી પણ લોકો દીવાલની નીચે ફસાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે હજી સમાચાર સામે આવવાના બની છે.

આ સાથે વધુ એક ઘટના મુંબઈમાં બની હતી જેમાં ભારે વરસાદને (Ujjain`s Mahakaleshwar temple wall collapsed) કારણે પાણી ભરાઈ જતાં અંધેરીમાં એક ગટરમાં પડી જતાં મહિલાનું મૃત્યુ થયું હતું. 45 વર્ષીય મહિલા વિમલ ગાયકવાડ અંધેરીના MIDC વિસ્તારમાં ખુલ્લા ગટરમાં ડૂબી ગઈ હતી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી અને કૂપર હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી પણ ડૉકટરોએ તેને મૃત જાહેર કરી હતી.

ujjain monsoon news madhya pradesh national news bhopal