04 December, 2024 02:26 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
શ્રીનગરના દલ લેકમાં ઉબર દ્વારા શિકારા બુક કરાવી શકશે
કાશ્મીર ફરવા જતા ટૂરિસ્ટોને ઉબરે એક સરસ સરપ્રાઇઝ આપી છે. શ્રીનગરના દલ લેકમાં ફરવા માટે હવે લોકો ઉબર દ્વારા શિકારા બુક કરાવી શકશે. ઉબરે આ સર્વિસ આપવા માટે સાત શિકારા-ઑપરેટરો સાથે ટાઇ-અપ કર્યું છે.
શિકારા-પાર્ટનરો પાસેથી ઉબર કોઈ ફી નથી લેવાનું અને જેટલા પણ પૈસા કસ્ટમર પાસેથી આવશે એ બધા સીધા તેમને મળશે. ઉબરની શિકારા-રાઇડ સરકારમાન્ય દરો પર મળશે, જેમાં સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા દરમ્યાન એક-એક કલાકની ટ્રિપ બુક કરી શકાશે.