midday

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી વર્કરો પર કર્યો હુમલો : બેનાં મોત

25 October, 2024 02:49 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૭૨ કલાકમાં આર્મીના વેહિકલ પર આ બીજો હુમલો કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં ઓમર અબદુલ્લાએ સરકાર બનાવ્યાને હજી પંદર દિવસ પણ પૂરા નથી થયા ત્યાં બહારથી કામ કરવા આવેલા લોકો પર આતંકવાદીઓએ ગઈ કાલે ત્રીજો હુમલો કર્યો હતો જેમાં બે વર્કરનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ આ આતંકવાદીઓએ આર્મીની ગાડી પર અટૅક કર્યો હતો જેમાં બે જવાનો શહીદ થયા હતા. ગઈ કાલે બારામુલ્લામાં જે બે વર્કરો પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ઉત્તર પ્રદેશના હતા. છેલ્લા ૭૨ કલાકમાં આર્મીના વેહિકલ પર આ બીજો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં રવિવારે ગંદેરબલમાં ટનલ પાસે કામ કરી રહેલા લોકો પર કરવામાં આવેલા અટૅકમાં સાત જણનાં મૃત્યુ થયાં હતાં. 

Whatsapp-channel
jammu and kashmir terror attack indian army national news