20 April, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્સટન્ટ બ્લૉગિંગ પ્લેટફૉર્મ ટ્વિટર (Twitter)એ બ્લૂ ટિકને લઈને ફરી એકવાર નવી જાહેરાત કરી છે. ટ્વિટરે પોતાના વેરિફાઈડ અકાઉન્ટ પરથી માહિતી આપતા કહ્યું કે લેગેસી બ્લૂ ચેકમાર્ક ખસેડવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે. અમે લેગેસી ચેકમાર્ક આજથી ખસેડી રહ્યા છીએ, એટલે કે આવતી કાલથી મફતવાળા બધા બ્લૂ ટિક દેખાવવાના બંધ થઈ જશે. અને જો તમે પોતાના અકાઉન્ટ પર બ્લૂ ચેકમાર્ક જાળવી રાખવા માગો છો તો તમારે આ માટે પેમેન્ટ કરવાનું રહેશે. આ પહેલા એક એપ્રિલથી મફતવાળા બ્લૂ ટિક ખસેડવાની વાત કહેવામાં આવી રહી હતી.
ટ્વિટરે કરી જાહેરાત
આજથી મફતવાળા બ્લૂ ટિક ખસેડવાની જાહેરાત કંપનીના વેરિફાઈડ અકાઉન્ટ પરથી કરવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કાલે, 20 એપ્રિલથી અમે લેગેસી જાળવવા ચેકમાર્ક ખસેડી રહ્યા છીએ. ટ્વિટર પર સત્યાપિત રહેવા માટે યૂઝર્સ ટ્વિટ બ્લૂ ટિક માટે સાઈન અપ કરી શકે છે. એટલે કે તમને તમારા ટ્વિટર પર બ્લૂ ટિક જાળવી રાખવું હોય થો તમારે આજ જ આને માટે સાઈન અપ કરવાનું રહેશે અને મૂલ્ય ચૂકવવું પડશે.
પહેલા 1 એપ્રિલ હતી મફત બ્લૂ ટિક ખસેડવાની તારીખ
આ પહેલા 1 એપ્રિલથી લેગેસી ચેકમાર્ક ખસેડવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. ટ્વિટર વેરિફાઈડના ઑફિશિયલ અકાઉન્ટ પરથી આ ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "1 એપ્રિલના અમે અમારા લેગેસી સત્યાપિત પ્રોગ્રામને ખતમ કરવા અને લેગેસી સત્યાપિત ચેકમાર્કને પાછું લેવાની શરૂઆત કરીશું. ટ્વિટર પોતાનું બ્લૂ ચેકમાર્ક રાખવા માટે લોકો ટ્વિટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે."
આ પણ વાંચો : સ્પા સેન્ટરના નામે ચાલ્યું સેક્સ રેકેટ, વાંધાજનક સ્થિતિમાં 16 ઝડપાયાં
શું છે ટ્વિટર બ્લૂ?
એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ અનેક નવા નિર્ણયો લીધા હતા, જેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે. ટ્વિટર બ્લૂ હેઠળ બ્લૂ ટિક માટે યૂઝર્સે દર મહિને એક ચોક્કસ રકમ આપવાની હોય છે. ભારતમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનની સુવિધા થોડોક સમય પહેલા જ લૉન્ચ થઈ છે. ટ્વિટર બ્લૂની ભારતમાં મોબાઈલ માટે દર મહિને 900 રૂપિયા અને વેબ વર્ઝન માટે 650 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે.