Tunnel Collapse: ઉત્તરાખંડમાં દિવાળીના દિવસે મોટી દુર્ઘટના, સુરંગ ધસતા 30થી વધુ કામદારો ફસાયા

12 November, 2023 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અકસ્માત (Tunnel Collapse)ની માહિતી મળતા જ ઉત્તરકાશીના એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. ટનલને વહેલી તકે ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે

તસવીર: પીટીઆઈ

ઉત્તરાખંડ (Uttarakhand)માં દિવાળી (Diwali 2023)ના દિવસે મોટો અકસ્માત થયો છે. અહીં ઉત્તરકાશીમાં બંધ સુરંગની અંદર 30થી 35 મજૂરો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. આ અંગે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત (Tunnel Collapse)ની માહિતી મળતા જ ઉત્તરકાશીના એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. ટનલને વહેલી તકે ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી કામદારોને બહાર કાઢી શકાય.

ઉત્તરકાશીના સિલ્ક્યાર પોળ ગામ બરકોટમાં નવી બનેલી ટનલની અંદર કામ કરતી વખતે 30થી 35 લોકો ફસાયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ તમામ બચાવ ટુકડીઓ ઘટના સ્થળે (Tunnel Collapse) પહોંચી ગઈ છે. ટનલને વહેલી તકે ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સવારે કામ કરતી વખતે ટનલ ધસવા લાગી હતી. ટનલ ધસવાને કારણે તેની અંદર કામ કરતાં 30થી 35 મજૂરો અને અન્ય કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા.

ટનલ ખોલવાના પ્રયાસો શરૂ

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ફસાયેલા દરેક લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે, પરંતુ શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ SDRF અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ NDRF પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જે રાહત કાર્યમાં લાગેલા છે. અધિકારીઓનું કહેવું છે કે ટનલને વહેલી તકે ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

30થી 35 મજૂરો ફસાયા હોવાની આશંકા

રાત્રે એન્ટ્રી મુજબ ટનલની અંદર કામ કરતાં મજૂરોની સંખ્યા લગભગ 174 હોવાનું કહેવાય છે, પરંતુ આ સંખ્યા આનાથી વધુ હોઈ શકે છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યે બની હોવાનું કહેવાય છે, પરંતુ માહિતી મોડી મળી હતી. હાલ સુરંગમાં ફસાયેલા કર્મચારીઓ અને મજૂરોની સંખ્યા 30થી 35 હોઈ શકે છે.

અગાઉ પણ ટનલ અકસ્માત થયો હતો

આ પહેલા પણ ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના થઈ છે, જેમાં સુરંગમાં ફસાઈને 20થી વધુ લોકોનાં મોત થયા છે. હાલ અકસ્માત ભયંકર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સતત પ્રયાસો ચાલુ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી ઉત્તરાખંડની મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ઉત્તરાખંડની મુલાકાતે હતા. અહીં સૌપ્રથમ તેઓ ભારત અને ચીનની બૉર્ડર પર સ્થિત પિથોરાગઢ જિલ્લામાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ આદિ કૈલાસનાં દર્શન કરીને ધ્યાન પણ ધર્યું હતું. એ દરમ્યાન પીએમ મોદીએ પાર્વતી કુંડમાં પૂજા પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે ગુંજી ગામ જઈને રૂરલ લોકોની મુલાકાત કરીને તેમના દ્વારા ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓની ખૂબ પ્રશંસા પણ કરી હતી. તેમણે ઇન્ડિયન આર્મી અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)ના જવાનોની વચ્ચે પહોંચીને તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

narendra modi road accident uttarakhand national news