ત્રિપુરા, મેઘાલય અને મણિપુરે મનાવ્યો ૫૩મો સ્થાપનાદિન

22 January, 2025 12:24 PM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

નૉર્થ-ઈસ્ટમાં આવેલાં આ ત્રણેય રાજ્યોને નૉર્થ ઈસ્ટર્ન રીજન (રીઑર્ગેનાઇઝેશન) ઍક્ટ, 1971 હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

મેઘાલય

ત્રિપુરા, મેઘાલય અને મણિપુરે ગઈ કાલે અલગ-અલગ રીતે તેમનો ૫૩મો સ્થાપનાદિવસ મનાવ્યો હતો અને આ સંદર્ભમાં વિવિધ બહુરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અને અન્ય સમારોહ યોજાયા હતા.

તત્કાલીન ત્રિપુરા અને મણિપુરનાં પ્રિન્સલી સ્ટેટ ભારતીય સંઘ રાજ્યમાં ૧૯૪૯ના ઑક્ટોબર મહિનામાં જોડાયાં હતાં અને ૧૯૭૨ની ૨૧ જાન્યુઆરીએ તેમને વિધિવત્ પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

મેઘાલય પહેલાં આસામ રાજ્યનો ભાગ હતું પણ એને એ જ દિવસે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. નૉર્થ-ઈસ્ટમાં આવેલાં આ ત્રણેય રાજ્યોને નૉર્થ ઈસ્ટર્ન રીજન (રીઑર્ગેનાઇઝેશન) ઍક્ટ, 1971 હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

national news india tripura manipur meghalaya