26 August, 2024 07:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની ૫૪મી બેઠક ૯ સપ્ટેમ્બરે મળવાની છે એ પહેલાં તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ માગણી કરી છે કે વીમા-પ્રીમિયમ પર લેવામાં આવતા ૧૮ ટકા GSTને દૂર કરવામાં આવે. ૨૪ ઑગસ્ટે લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે આ ટૅક્સ ભારતના મધ્યમ વર્ગ સહિત ૪૫ કરોડ લોકો પર બોજાસમાન છે અને એ દૂર કરવામાં આવે. રોગ, અકસ્માત કે સમય પહેલાં મૃત્યુ વખતે પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા લોકો વીમો લે છે અને એના પ્રીમિયમ પર લેવામાં આવતો ૧૮ ટકા GST દૂર કરવામાં આવે.આ પહેલાં કેન્દ્રીય પ્રધાન નીતિગ ગડકરીએ આ બાબતે ફાઇનૅન્સ મિનિસ્ટરને એક પત્ર લખીને તૈયાર રાખ્યો હતો જે લીક થઈ જતાં જબરદસ્ત હોબાળો થયો હતો.