04 November, 2022 12:47 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મહાઠગ સુકેશ ચંદ્રશેખરને લઈને વિવાદોમાં રહેલા તિહાડ જેલના DG સંદીપ ગોયલની બદલી થઈ ગઈ છે. તેમને પોલીસ હેડક્વૉર્ટર સાથે અટેચ કરવામાં આવે છે. જ્યારે સ્પેશિયલ સીપી સંજય બેનીવાલને તિહાડ જેલના નવા ડીજી બનાવવામાં આવ્યા છે. આદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે જાહેર કર્યા છે.
આરોપ છે કે ડીજી સંદીપ ગોયલની દેખરેખમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર તિહાડ જેલમાં વિલાસિતાપૂર્ણ જીવનનો આનંદ માણી રહ્યો હતો. તો સુકેશ ચંદ્રશેખરની મદદ કરવાના આરોપમાં 81થી વધારે જેલ અધિકારી દિલ્હી પોલીસની તપાસના ઘેરાવમાં છે. એ પણ આરોપ છે કે સુકેશ તેમને લાંચ આપી રહ્યો હતો. આની સાથે મહિલા હસ્તિઓને પણ જેલની અંદર સુકેશને મળવાની પરવાનગી હતી. આ માટે કોઈની પણ પરવાનગી લેવામાં આવતી નહોતી.
આરોપ છે કે સુકેશે એક કરોડ રૂપિયા મહિનો આપીને જેલની અંદર હાજર આખા સ્ટાફ અને જેલરને પણ પોતાની સેવામાં રાખતો હતો. તે 12 મહિના સુધી રોહિણી જેલમાં બંધ હતો અને ત્યાર સુધી તે જેલને 12 કરોડ રૂપિયા લાંચ તરીકે આપી પણ ચૂક્યો હતો. આ આખા ખેલમાં રોહિણી જેલના 82 ઑફિસર અને કર્મચારી સામેલ હતા.
દેશનો સૌથી મોટો ઠગ સુકેશ ચંદ્રશેખર જ્યારે રોહિણી જેલના વૉર્ડ નંબર ત્રણ અને બેરક નંબર 204માં બંધ હતો. તો તેની કેટલીક તસવીરો સામે આવી હતી, જે 7 ઑગસ્ટની છે એવું કહેવામાં આવી રહ્યું છે. પછી ખબર પડી કે ઠગ એ આઝમને જેલની અંદર એક આખું બેરક જ અલગથી આપવામાં આવ્યું હતું. જ્યાં પડદેદારી રાખવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં ન દેખાય તે માટે પડદા રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આપ આજે સીએમપદનો ચહેરો જાહેર કરશે
હકિકતે, દિલ્હી પોલીસની આર્થિક ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. તેણે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જેલની અંદર જેલનો સ્ટાફ સંપૂર્ણ રીતે વેચાયેલો હતો. ઉપરથી નીચે સુધી દરેકને સુકેશ પૈસા આપતો હતો.